Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

રજીસ્ટ્રેશન એકટ મુજબ નોંધાયેલ દસ્તાવેજને વિના કારણ રદ કરી શકાય નહિં: મહત્વનો ચુકાદો

રાજકોટ તા. પઃ રજીસ્ટર્ડ દસ્તાવેજ રદ્દ કરવા અંગેનો દાવો, રદ્દ કરી દિવાની કોર્ટ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટ, રજીસ્ટ્રેશન એકટ મુજબ નોંધાયેલ દસ્તાવેજ વિના કારણે રદ્દ કરી શકાય નહીં તેવો મહત્વનો ચુકાદો આપેલ હતો.

રાજકોટમાં નિલકંઠ નગર, ગોવર્ધન ડેરી સામે પરેશભાઇ વલ્લભભાઇ પટેલે કોઠારીયા રોડ, રણુજા મંદિર પાસે, સર્વે નં. ૩પર, ગુ.હા. બોર્ડ તરફથી ફાળવેલ પ્લોટ નં. ૭૬, ઇ.ડબલ્યુ.એસ. યોજનાના પ્લોટ ચો.મી. પ૯-૯પ ના માલીક અને કબજેદાર લાભુબેન રણછોડભાઇ કેવડીયા તથા ગોવિંદભાઇ લખમણભાઇ ગોલફાડ (રહેઃ ભાણવડ) ની સામે રાજકોટની દિવાની અદાલતમાં વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમનો દાવો સનેઃ ર૦૧૦ માં દાખલ કરેલ અને એવી તકરાર લીધેલ કે વાદી પરેશભાઇ પટેલે, લાભુબેન કેવડીયા પાસેથી કુલમુખત્યારનામું તથા ચુકતે અવેજની પહોંચ કરાવીને સદરહું પ્લોટ ખરીદ કરેલ છે. જેથી કાયમી મનાઇ હુકમ અને કબજાના રક્ષણની દાદ માંગી હતી. જયારે પ્રતિવાદી નં. ર ગોવિંદભાઇ ગોલફાડના એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક દ્વારા જવાબ વાંધા રજુ કરેલ અને પુરાવો લેવામાં આવેલ અને મુખ્ય તકરાર ઉઠાવેલ કે ગોવિંદભાઇ ગોલફાડે રાજકોટ સબ-રજીસ્ટ્રાર કચેરીમાં સદરહું મિલ્કત અંગે લાભુબેન કેવડીયા પાસેથી ચુકતે વેચાણ કિંમત ચુકવીને, ધારાધોરણસરનો દસ્તાવેજ નોંધણી કરાવેલ અને કબજો ધરાવે છે, માલીકી હકક ધરાવે છે, રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પણ પ્રમાણિત થયેલ છે. રજીસ્ટ્રેશન એકટ તથા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એકટની જોગવાઇઓ વિરૂધ્ધ વાદીએ કરેલ દાવો ટકવાપાત્ર નથી. કબજા હકક વાદી સાબીત કરી શકેલ નથી કે અસલ ટાઇટલ ડીડઝ પણ વાદી પાસે નથી.

કુલમુખત્યારનામા આધારે તથા ચુકતે અવેજની પહોંચના આધારે માલીકી હકક પ્રાપ્ત થતાં નથી. વાદીએ દાવામાં કોઇપણ દસ્તાવેજો રજુ કરેલ નથી અને સાબિત કરી શકેલ નથી તેમજ રજી. દસ્તાવેજ રજુ કરેલ છે. પરંતુ તે દસ્તાવેજ રદ્દ કરવાની દાદ માંગેલ જ નથી. જયારે પ્રતિવાદી ગોવિંદભાઇ ગોલફાડ તેમનો કાયદેસરનો માલીકી અધિકાર તથા કબજો સાબીત કરવા રજી. દસ્તાવેજ રજુ કરીને સાબિત કરી શકેલ છે. આવી પ્રતિવાદી તરફે એડવોકેટની તમામ રજુઆતો, દલીલો, વાદીની ઉલટતપાસ, પ્રતિવાદીની સરતપાસ ધ્યાને લઇ, વાદી પરેશભાઇ પટેલનો દાવો નામંજુર/રદ્દ રાજકોટના સીવીલ જજ શ્રી એમ. એ. મકરાણીએ જજમેન્ટ આપેલ છે અને દાવો રદ્દ કરેલ છે.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા રોકાયેલ છે.

(3:51 pm IST)