Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ડબ્બા ટ્રેડીંગનો ખેલઃ એક બ્રોકરે આઠ કરોડનું ફુલેકુ ફેરવ્યું: ખળભળાટઃ ઓફિસને તાળાઃ લેણદારોમાં ચિંતાનું મોજ

રાજકોટઃ શેરબજારમાં ગેરકાયદેસર ચાલતા ડબ્બાના ગોરખધંધામાં એક બ્રોકરે આઠેક કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યુ હોવાના અહેવાલો બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યોઃ અત્રેના હરિહર ચોક વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષમાં બેસીને ગેરકાયદેસર ડબ્બો ચલાવતા ધન રાશીના એક બ્રોકરે ચાર-પાંચ દિવસ પહેલા ફુલેકુ ફેરવ્યું હોવાનું તે વિસ્તારમાં જોરશોરથી ચર્ચાય રહ્યુ છે. આ બ્રોકર ઓફિસને તાળા વાસી ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે. રાતોરાત પૈસાદાર થઈ જવાના સપના જોઈને આ ધંધામાં ઝંપલાવનાર અનેક લોકોએ આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સગાસંબંધીઓ, મિત્રોના નાણા ફસાતા તેઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. હાલ આ ધન રાશીનો શેર બ્રોકર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તે કોઈની સાથે પાર્ટનરશીપમાં ધંધો કરતો હોવાનું પણ બહાર આવ્યુ છે. શેરબજારની તાજેતરની ઉથલપાથલમાં ડબ્બા ટ્રેડીંગ કરવામાં આ બ્રોકર ફસાયો હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં હજુ કેટલાક આવા ડબ્બા ચલાવતા લોકો ફુલેકા ફેરવે તો નવાઈ નહીં.

(4:04 pm IST)
  • સરકારી કર્મચારીઓને આંચકો : કોર્ટે નિવૃતિ વય મર્યાદા ઘટાડી પ૮ કરી : ઉત્તરતપ્રદેશના કર્મચારી ચિંતાતૂર : સરકારે પ૮માંથી ૬૦ કરી દીધેલ તે ગેરવ્યાજબી : કોર્ટે કહ્યું કાનૂનની નજરમાં નિયમ પ૬માં સંશોધન નથીલ થયું: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પત્ર લખી યુપી સરકારને નિવૃત્ત વય ૬૦થી વધારી ૬ર કરવાની ભલામણ કરેલી access_time 12:30 am IST

  • વડોદરાની નવી કોર્ટમાં લાંબા વિવાદ બાદ વકીલોને બેસવા માટે વધુ ચાર રૂમ ફળવાયા : લોકર પરત આપવાની માંગણી પણ સ્વીકારાઈ : વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું હતું કે, આજરોજ ડિસ્ટ્રિકટ જજે તેમને લેખિત પત્ર દ્વારા જાણ કરી છે કે, હાઇકોર્ટની સૂચના અનુસાર નવા કોર્ટ સંકુલના પ્રથમ માળે, બીજા માળે, ત્રીજા માળે અને ચોથા માળે વકીલોની બેઠક વ્યવસ્થા માટે એક એક રૂમની ફાળવણી કરવામાં આવી છે. આ રૂમોમાં ટેબલ મૂકી શકાશે નહીં અને કોર્ટના સમય દરમિયાન રૂમનો ઉપયોગ વકીલોએ પ્રતીક્ષા ખંડ તરીકે કરવાનો રહેશે. access_time 4:30 pm IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ: અજીત ડોભાલ અને CBIના નવા ચીફ અે આપ્યો ‘‘ઓપરેશન મિશેલ’’ ને અંજામ : CBIના બે અધિકારી રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે અદાલતી લડાઇ : સીબીઆઇ મિશેલને પટિયાલ હાઉસ કોર્ટમાં રજૂ કરશે : સીબીઆઇ જોઇન્ટ ડાયરેકટ સાંઇ મનોહરનું નેતૃત્વ-ટીમઅે દુબઇમાં રહી મિશન પુરૂ કર્યુ : સુષ્મા સ્વરાજે કૌસુલર પ્રત્યાર્પણ મામલે વાત કરી : સુષ્મા દુબઇમાં છે: ભારત-UAE જોઇન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેશે : ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેન્ડ સોદામાં રાજનીતિક નેતૃત્વ પર સવાલ access_time 12:30 am IST