Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

૧૬મીએ શ્રીમદ્ ભગવતગીતા જ્ઞાન પ્રતિયોગીતાઃ વિદ્યાર્થીઓને ઈનામો અપાશે

ધો.૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક આયોજન

રાજકોટ,તા.૫: ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન ગીતાજ્ઞાનનો આવનારી પેઢીમાં પ્રસાર થાય તે માટે સંતશ્રી આશારામજી પબ્લિક સ્કૂલ- રાજકોટ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતાં ધો.૫ થી ૮ અને ધો.૯ થી ૧૨ એમ બે ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આગામી ૧૬ ડિસેમ્બર રવિવારના રોજ 'શ્રીમદ ભગવત ગીતા જ્ઞાન પ્રતિયોગિતા'નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ભગવતગીતા પર આધારિત એમસીકયુ ટાઈપ લેખિત પરીક્ષા તેમજ ગીતા શ્લોકગાન સ્પર્ધા અને ગીતા આધારિત વકતૃત્વ સ્પર્ધા રાખેલ છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

સ્પર્ધા સ્થળે પહોંચવા માટે કાલાવડ રોડના કણકોટ પાટિયા ખાતેથી સંતશ્રી આશારામજી પબ્લિક સ્કૂલ સુધી વાહન વ્યવસ્થા રાખેલ છે. આ નિઃશુલ્ક 'શ્રીમદ ભગવત ગીતા જ્ઞાન પ્રતિયોગિત'માં ભાગ લેવા માટે તા.૮ સુધીમાં રજીસ્ટ્રેશન અને સ્પર્ધા અંગે વધુ માહિતી મેળવવા માટે શહેરની શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ મો.નં.૯૮૯૮૬ ૭૫૬૭૯, ૮૩૪૭૦ ૯૭૦૫૮ ઉપર સંપર્ક કરવો.

આ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા માટે શાળા સંચાલન મંડળના રમેશ શિંગાળા, પ્રો.શ્રીમાળી, નરેન્દ્ર વાઘેલા, યુવા સમિતિના જયેશ પટેલ, મહેશભાઈ, અરવિંદભાઈ, પરેશ ડોડીયા તથા ધર્મ રક્ષામંચના બીજલભાઈ ટોળીયા આર.કે.બાબરીયા, કિરીટ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:25 pm IST)