Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

ડો. આંબેડકર મહાપરિનિર્વાણદિન નિમિતે બસપા દ્વારા કાલે રૈયાધારમાં શ્રધ્ધાંજલી સભા

રાજકોટ તા. ૫ : બહુજન સમાજ પાર્ટી અને ઇન્ડિયા ફર્સ્ટ ગ્રુપ દ્વારા ડો. આંબેડકર મહાપરિનિર્વાણ દિને શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરાયુ છે.

આ અંગે બસપાના આગેવાનોએ સુચવેલ કાર્યક્રમોની સારણી મુજબ કાલે તા. ૬ ના ગુરૂવારે રાત્રે ૯ થી ૧૧ ધ લોર્ડ બુધ્ધા હાઇટ્સ રૈયાધાર ખાતે તેમજ તા. ૭ ના શુક્રવારે રાત્રે ૮ થી ૧૧ વિરમેઘમાયા ચોક, એસ.ટી. વર્કશોપ પાછળ, ગોંડલ રોડ ખાતે શ્રધ્ધાંજલી સભા યોજવામાં આવી છે.

બન્ને વિધાનસભાઓમાં આયોજીત આ કાર્યક્રમો માટે બસપા પ્રદેશ મહાસચિવ મોહનભાઇ રાખૈયા મુખ્ય માર્ગદર્શક અને મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ સચિવ દિનેશભાઇ પડાયા, જિલ્લા પ્રભારી વિનોદભાઇ વાઘેાલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇ મેરીયા, ડો. જી. કે. પરમાર, ડો. નીખીલભાઇ રાઠોડ ઉપસ્થિત રહેશે.

બસપાના જિલ્લા, વિધાનસભા, શહેર, તાલુકા, વિ.સ.ના સેકટર, બુથ કમીટીના હોદેદારો, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા અપીલ કરાઇ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા દિનેશભાઇ પડાયા, વિનોદભાઇ વાઘેલા, મોહનભાઇ મેરીયા, કમલેશભાઇ પારઘી, આનંદભાઇ ચાવડા, ઘનશ્યામભાઇ ગટાદરા, અતુલભાઇ રાઠોડ, તુષારભાઇ પારઘી, કેશુભાઇ સોલંકી, મનસુખભાઇ ચાવડા, રવિન્દ્રભાઇ પરમાર, રણજીતભાઇ ડોલેરા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:22 pm IST)