Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

છાશવારે થતા આંદોલનો દેશને કયાં લઈ જશે?

જેમ જેમ ચુંટણી નજીક આવે તેમ તેમ નિતનવા લોકો પોતાને એકલાને જ જાણે દેશની ચિંતા હોય અને પોતે જાણે સર્વગુણ સંપન્ન હોય તેમ કયારેક ખેડૂતોના નામે તો કયારેક યુવાનોના નામે, તો કયારેક મહિલા,કયારેક દલિતોના નામે પોતાના પાંચ-પચ્ચીસ મળતીયાઓને લઈને નીકળી પડે છે.આ દરેક આંદોલનોમાં તમને એક ના એક લોકોજ દેખાશે.આ જ લોકો કયારેક ખેડૂતોનો વેશ ધારણ કરે છે, તો કયારેક દલિતોનો.વાસ્તવમાં જેનાં નામે આંદોલનોનો દેખાડો થાય છે તે વર્ગના લોકોનો તો તેમને સાથ હોતો જ નથી.આવા બહુરૂપિયા આંદોલનકારીઓને લોકો પણ હવે ઓળખી ગયા છે.

આજકાલ વિરોધપક્ષો પણ પોતાનો ધર્મ ભૂલી ગયા હોય તેવું લાગે છે.વિરોધ પક્ષો યોગ્ય મુદ્દા આધારિત નીતિ વિષયક બાબતોમાં વિરોધ કરવાને બદલે નાની અમથી એકાદ કોઈ દ્યટનાને જ્ઞાતિ-જાતિનું લેબલ આપી તેને આંદોલનનું સ્વરૂપ આપવાની કુચેષ્ટા કરે તે ખરેખર સાચા દેશપ્રેમી માટે પીડાદાયક છે.૨૯ રાજયો,૭ કેન્દ્રશાશિત પ્રદેશો અને ૧૨૫ કરોડની વસ્તી ધરવતા દેશમાં કયાંક ને કયાંક કોઈ નાની મોટી અનિચ્છનીય દ્યટનાઓ તો બનતી જ રહેતી હોય છે.સરકાર ગમે તે હોય આ ઘટનાઓની ઘટમાળ ચાલતી જ રહે છે.આવી દ્યટનાઓમાં સંવેદનશીલતા દાખવવાને બદલે દરેક વખતે રાજકીય તક શોધતા તકવાદી રાજકીય પક્ષો ભલી ભોળી જનતાને સતત તંત્ર વિરૂદ્ધ અને સતા પક્ષ વિરૂદ્ધ ખોટી રીતે ઉશ્કેરતા નજર આવે ત્યારે સમજવું કે આપણો દેશપ્રેમ સતાની ગલીઓમાં કયાંક ભૂલો પડી ગયો છે.

ટીવી,મોબાઈલ,ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં અફવાઓ ફેલાવવી કે ખોટાં સમાચારો વહેતા કરવાનું બહુ સહેલું થઇ ગયું છે. આમ જોઈએ તો વર્ષોથી દેશમાં કોઈને કોઈ કારણસર ખેડૂતો આત્મહત્યા કરતા આવ્યા છે અને તેની સંખ્યા આજ કરતા પહેલા દ્યણી વધારે હતી.આજે જેટલી બેરોજગારીની સમસ્યા છે તેના કરતા અનેકગણી વધારે બેરોજગારીની સમસ્યા વર્ષો પહેલા હતી.દલિતો પરના અત્યાચારો આજે તો સાવ નહીવત છે પરંતુ આઝાદી બાદ વર્ષો સુધી દેશના દલિતો પીડા-યાતનાઓ ભોગવી રહ્યા હતા.પરંતુ ત્યારે ટીવી,મોબાઈલ,ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયા જેવું કઇ નહોતું.અખબારો પણ ગણ્યાગાંઠ્યા જ હતા. દેશના કોઈ એક ભાગમાં દ્યટના બનતી તો બીજા ભાગના લોકોને તો ખ્યાલ જ ન હોય તેથી તે વખતની સરકારોને પણ રાહત રહેતી અને સાચાખોટાં આંદોલનોનો સામનો પણ નહોતો કરવો પડતો.

કોઈપણ આંદોલનની સફળતા મહદ અંશે તેના મુદ્દા પર આધારિત હોય છે.આંદોલનનો મુદ્દો જો સ્વકેન્દ્રી અથવા માત્ર રાજકીય હોય તો તેવા આંદોલનો કયારેય સફળ થતાં નથી.જનસામાન્યને સ્પર્શતો મુદ્દો હોય અને આંદોલનનું નેતૃત્વ કરનારાઓ પ્રમાણિક,શુદ્ઘનિષ્ઠા અને દેશદાઝ ધરાવતા હોય તો એવાં આંદોલનો જનઆંદોલન બની જતા હોય છે.ગાંધીજીના નેતૃત્વમાં જે આંદોલનો થયા તેમાં જનભાગીદારી,સત્યતા અને ગાંધીજીનું અણીશુદ્ઘ પ્રમાણિક વ્યકિતત્વ હતું.પરિણામે દમનકારી અંગ્રેજોના અત્યાચારો સામે પણ લોકો ડગ્યા નહીં.તે જ રીતે નવનિર્માણ આંદોલનમાં પણ લોકનાયક જયપ્રકાશ જેવું નિષ્ઠાવાન નેતૃત્વ અને જનભાગીદારી હતી.તેથી જ ઇન્દિરા ગાંધી સરકારના અત્યાચારો અને આપખુદીભાર્યા સાશન સામે લોકો એકજૂટ થયા,આંદોલન સફળ થયું અને લોકશાહીને ગળેટૂંપો દઈ ને સરમુખત્યારશાહી સાશન ટકાવી રાખવાના મલીન ઈરાદાઓ નિષ્ફળ ગયા હતા.

આ બધા રાજકીય આંદોલનો હતા. તેની સાથે સમયે સમયે સામાજિક આંદોલનો પણ થયા.સમાજમાં ફેલાયેલી બદીઓ દુર કરવા માટે કોઈ સંનિષ્ઠ નેતૃત્વ બહાર આવે અને લોકોને તેની વાત સાચી લાગે ત્યારે આ સામાજિક આંદોલનો પણ જનઆંદોલનમાં પરિવર્તિત થતા હોય છે.આવા સામાજીક આંદોલનોમાં શાસક પોતે પણ જોડાતો હોય છે.શાસકનું વ્યકિતત્વ જનતાને સ્પર્શી જાય અને તેના ઈરાદાઓ જનતાને શુદ્ઘ જણાય તો લોકો આપોઆપ આંદોલનમાં જોડાય જાય છે.

ભારતમાં અગાઉની સરકારોએ સ્વચ્છતા માટેની અનેક ઝુંબેશો ચલાવી પરંતુ તેને સફળતા નહોતી મળતી તે માત્ર સરકારી કાર્યક્રમો જ  બની રહ્યા. પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટે લાલકિલ્લા પરથી સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી અને ૨જી ઓકટોબરે પોતે ઝાડુ લઇ સફાઈ કરી અને દેશવાસીઓને આહ્વાન કર્યું તે જનતાને સ્પર્શી ગયું. પરિણામે સ્વચ્છ ભારત અભિયાન જનઆંદોલન બની ગયું.તે જ રીતે શૌચાલય નિર્માણનું કાર્ય પણ જનઆંદોલન બની ગયું.

કોઈપણ આંદોલન જો દેશની સર્વાંગી ઉન્નતી અને જનસુખાકારી માટેનું હોય તો તેને વ્યાપક જનસમર્થન મળતું હોય છે.લોકો સ્વયંભુ જોડાતા હોય છે.પરંતુ જો આંદોલન પૈસા કમાવવા માટે કે પછી રાજકીય રોટલા શેકવાના બદઈરાદા સાથેનું હોય તો એ ટકી શકતું નથી.ભ્રષ્ટાચાર સામેના અન્ના હજારેના આંદોલનમાં જનતા ઉમટી પડી હતી પરંતુ તેમાંથી રાજકીય પક્ષનો જન્મ થયો ત્યારબાદ જનતા તેનાંથી દુર ખસી ગઈ.ગુજરાત,મહારાષ્ટ્ર સહીત અનેક રાજયોમાં છેલ્લાં ચાર વર્ષમાં એવા દ્યણાં આંદોલનો થયા જેમાં વ્યકિતગત સ્વાર્થ,કરોડોની કમાણી અને સત્ત્।ાની સાઠમારી ભળતી ગઈ અને આંદોલનકારીઓ વિપક્ષના પ્યાદા બની ગયા.જનતાને પણ અંતે છેતરાયાનો અહેસાસ થયો.આવાં તમામ આંદોલનો નિષ્ફળ પુરવાર થયા. પરંતુ દેશની જાહેર મિલકતોને કરોડો રૂપિયાનું નુકશાન કર્યું તેનુ શું ? દેશની અને રાજયની આબરૂના વિદેશોમાં ધજાગરા થયા તેનુ શું ? હજારો માનવ કલાકોની બરબાદીથી દેશને થયેલું આર્થિક નુકશાન કોણ ભરપાઈ કરશે ?

આપ સૌને પણ વિનંતી છે કે કયારેય કોઈની ઉશ્કેરણીજનક વાતોમાં આવીને વગર વિચાર્યે કોઈ આંદોલનોમાં ન જોડાઈ ને શાંતિથી વિચાર કરવો કે શું આ મારા દેશ માટે,દેશની પ્રગતિ માટે આ યોગ્ય છે ?કોઈપણ પ્રશ્નના નિરાકરણ માટે શું આંદોલન એ જ ઉકેલ છે ? શું શાંતિથી વાટાદ્યાટો દ્વારા ઉકેલ ન લાવી શકાય ? સરકારે શું પગલાંઓ લીધા છે,તેનાં શું ફાયદાઓ છે,સમસ્યાનો યોગ્ય ઉકેલ શું છે ? વગેરે જેવી બાબતોનો વિચાર કરી આગળ વધવું જોઈએ.સચ્ચાઈ એ છે કે જયારે આપણે સૌ નીજીહિત છોડી દેશહિત માટે વિચારતાં થઈશું ત્યારે જ આપણે દેશવિરોધી પરિબળોને દેશવટો આપી શકીશું.ઉજ્જવળ ભારતના નિર્માણ માટે દેશની એકતા બહુમુલ્ય છે.કોઈપણ સંજોગોમાં આપણે સૌ આપણી એકતા અને દેશની અખંડીતતા જાળવી રાખીએ તે જ પ્રાર્થના. ભારત માતા કી જય.વંદેમાતરમ. (શ્રી પ્રશાંત વાળા, મો.૯૯૨૪૨૦૯૧૯૧)

(11:48 am IST)