Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

કોઠારીયા બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેરકાયદે દબાણ

લતાવાસીઓ દ્વારા મ્યુ.કમિશ્નર-પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ તા.૪: શહેરનાં કોઠારીયા રીંગ રોડ પર બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગેરકાયદે દબાણો થઇ રહ્યાની લતાવાસીઓ દ્વારા મ્યુ.કમિશ્નરને તથા પોલીસ કમિશ્નરને રજૂઆત કરાઇ છે.

આ અંગે કોઠારીયા રીંગ રોડ બજરંગ ઇન્ડસ્ટ્રીઝ એરીયાનાં લતાવાસીઓએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ''કોઠારીયા ગામના સર્વે નંબરવાળી ઓૈદ્યોગિક હેતુની જમીન બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયાનાં કોમન પ્લોટમાં જે.સી.બી. મશીનથી સાફ સફાઇ કરી જમીનમાં દબાણ કરનારા શખ્સોને લતાવાસીઓએ અટકાવતાં આ શખ્સોએ આ જમીન તેઓએ વેચાતી લીધી હોવાનું જણાવી ધમકીઓ આપતા આ બાબતે દબાણકર્તા આરોપીઓના નામ સાથે લતાવાસીઓએ રજુઆત કરી જવાબદારો સામે પગલાં લઇ અને કોમન પ્લોટમાં દબાણ થતું અટકાવવાં માંગ ઉઠાવી છે.

(3:54 pm IST)