Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ખાદ્યતેલોના ભાવોમાં પુન : ૧૦ થી ર૦ રૂ.નો ઉછાળો

સીંગતેલમાં ર૦, પામતેલમાં ૧પ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ભાવ વધારો : પામતેલના ભાવમાં સતત ઉછાળોઃ એક સપ્તાહમાં ડબ્બે પ૦ રૂ.નો ભાવ વધારો

રાજકોટ તા. પ : ખાદ્યતેલમાં આજે ફરી ભાવ વધારો થયો હતો સીંગતેલમાં ડબ્બે ર૦, પામતેલમાં ૧પ અને કપાસીયા તેલમાં ડબ્બે ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.

સ્થાનીક બજારમાં તહેવારોની ઘરાકીના પગલે સીંગતેલમાં ડિમાન્ડ નીકળતા ડબ્બે ર૦ રૂ.નો ભાવ વધારો થયો હતો સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા) ના ભાવ ૧૩૦૦ રૂ. હતા તે વધીને ૧૩રપ રૂ. થયા હતા સીંગતેલ નવા ટીનના ભાવ રર૪૦ થી રર૬૦ રૂ. હતા તેવધીને રર૬૦ થીરર૮૦ રૂ.ની સપાટીએ ભાવ પહોચ્યા હતા. સીંગતેલમાં છેલ્લા ૧૦ દિ'માં ૧૦૦ થી ૧રપ રૂ.ના ઘટાડા બાદ આજે પુનઃ ભાવ વધારો જોવા મળ્યો હતો.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ડબ્બે ૧૦ રૂ. વધ્યા હતા કપાસીયા તેલ લુઝના ભાવ ૯૭પ રૂ. હતા તે વધીને આજ બપોરે ૯૪પ રૂ. થયા હતા કપાસીયા ટીનના ભાવ ૧પ૯૦ થી ૧૬ર૦ રૂ. હતા તેવધીને આજે બપોરે ૧૬૦૦ થી ૧૬૩૦ રૂ. થયા હતા.  તેમજ પામતેલના ભાવોમાં પણ આજે ૧પ રૂ.નો ભાવ વધારો થયો હતો પામતેલ લુઝના ભાવ આજે ૧પ રૂ. વધીને ૯૦પ રૂા થયા હતા પામેતલ ટીનના ભાવ વધીને ૧૪૯૦ થી ૧પ૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો ઘટયા હતા જયારે પામતેલના ભાવો વધતા હતા છેલ્લા એક સપ્તાહમાં પામતેલ ડબ્બે પ૦ રૂ.નો તોતીગ ભાવ વધારો થયો છે.

(3:29 pm IST)