Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આ વિસ્તારનો હું ડોન છું, તારૂ મકાન વેચીને પણ રૂપિયા પુરા કરી દે' કહી : અંકુરભાઇને ધમકી

માલવીયાનગર બી-પંચશીલમાં બનાવ : હકા ટોયટા, હસુ ડાંગર અને આનંદ ઉર્ફે નંદા અય્યર સામે ગુનો

રાજકોટ, તા. પ :  માલવીયાનગર બી-પંચશીલ-૧ રોડ પર રહેતા સુથાર  યુવાનને આ વિસ્તારનો હું ડોન છું કોઇ કાઇ મારૂ બગાડી નહીં શકે તુ તારૂ મકાન વેંચીને પણ અમારા રૂપિયા પુરા કરી દે. કહી ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માલવીયાનગર બી-પંચશીલ-૧ રોડ કાલી'દી મકાનની બાજુમાં જેન્તીભાઇ કાપડીયાના મકાનમાં ભાડે રહેતા અનીતાબેન વિરેન્દ્રભાઇ કલગથરા (ઉ.વ.પપ) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં હકા છગનભાઇ ટોયટા, હસુ બચુભાઇ ડાંગર અને આનંદ ઉર્ફે નંદા કૃષ્ણમૂર્તિ ફરીયાદમાં જણાવ્યું છે કે,પોતે પતિ અને પુત્ર અંકુરભાઇ (ઉ.વ.૩પ), પુત્ર વધુ ભાવિકાબેન અને પુત્રી યર્જુવી સાથે રહે છે. બે દિવસ પહેલા હકા છગનભાઇ ટોયટા, હસુ ડાંગર, આનંદ ઉર્ફે નંદા અય્યર નામના શખ્સો ઘર પાસે આવ્યા હતા. તે સમયે પુત્ર અંકુરભાઇ હાજર ન હતા અને પુત્રએ આ ત્રણ શખ્સો સાથે રૂપિયાની લેતી-દેતી બાબતે આવ્યા હતા. ત્રણેયે આવીને ધાકધમકીઓ આપી ગાળો, બોલવા લાગ્યા હતા. અને કહેલ કે કોઇપણ સંજોગોમાં કોઇપણ જગ્યાએથી રૂપિયાની વ્યવસ્થા કરી આવતી કાલે રકમ ચુકવી આપવા કહેલ અને હસુએ કહેલ કે, આ વિસ્તારનો હું ડોન છું.

કોઇ કાઇ મારૂ બગાડી નહી શકે તુ તારૂ મકાન વેચીને પણ અમારા રૂપિયા પુરા કરી દે નહીં તો જાનથી મારી નાખીશ તેમ કહી જતા રહ્યા હતા. આ બનાવમાં પુત્રએ આ ત્રણેય શખ્સો સાથે પૈસાની લેતીદેતી કરતા તે બાબતે આ ત્રણેય શખ્સોએ ઘર પાસે આવી ધમકી આપતા પોતે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. ગીતાબેન પંડયા અને રાઇટર ઘનશ્યામસિંહ એ તપાસ હાથ ધરી છે.

(2:53 pm IST)