Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિવાળીના તહેવારોમાં શહેરમાં ૩૪.૧ર કરોડના ર૬૧૧ વાહનો વેચાયા

મ્યુ. કોર્પોરેશનને પાંચ દિ'માં વાહન વેરાની રૂ.પ૪.૪૧ લાખની આવક : ગત વર્ષે દિવાળીના દિવસોમાં ર૬૬ર વાહનો વેંચાયા હતાં

રાજકોટ, તા. પ : શહેરમાં દિવાળીના તહેવારોમાં રૂ.૩૪.૧ર કરોડના ખર્ચે ર૬૧૧ વાહનો વેંચાયા. મ્યુ. કોર્પોરેશનને વાહન વેરાની રૂ.પ૪.૪૧ લાખની આવક થવા પામી છે. ગત વર્ષે દિવાળીના તહેવારોમાં ર૬૬ર વાહનો વેચાયા હતા. ૧ એપ્રિલ-ર૦૧૯થી પ નવેમ્બર ર૦૧૯ સુધીમાં કુલ ૩ ,૪૯૮ વાહનો વેંચાતા તંત્રને વાહનવેરાની  રૂ. ૮.૪૬ કરોડની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં દિવાળીના તહેવારોના શુભ દિવસોમાં ર૬૧૧ વાહનો વેંચાયા છે, જેમાં ર વ્હીલર-રર૯પ, ૩ વ્હીલર-પ૪, ફોર વ્હીલર-ર૪પ વેંચાતા કુલ રૂ. પ૪.૪૧ લાખમાં કોર્પોરેશનને વાહનવેરાની આવક થવા પામી છે.

ગત વર્ષે ર૬૬ર વાહનો વેંચાયા

ગત વર્ષે દિવાળીના તહેવારોના દિવસોમાં ટુ વ્હીલરથી ફોર વ્હીલર સુધીના કુલ ર૬૬ર વાહનો વેંચાતા મ્યુ. કોર્પોરેશનને વાહન વેરાની રૂ.૪૮.૪ર લાખની આવક થવા પામી છે.

૭ મહિનામાં ૩૧ હજાર વાહનો વેંચાયા

જયારે ૧ એપ્રિલથી ર૦૧૯થી પ નવેમ્બર ર૦૧૯ સુધીમાં ટુ વ્હીલરથી ૬ વ્હીલર સુધીના કુલ ૩૧,૪૯૮ વાહનો વેંચાતા રૂ. ૮.૪૬ કરોડની મ્યુ. કોર્પોરેશન તંત્રને વાહન વેરાની આવક થવા પામી છે.

(4:02 pm IST)