Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ભારત-બાંગ્લાદેશ વચ્ચેના ખંઢેરીના બીજા ટી-ર૦ મેચમાં દિગ્ગજ કોમેન્ટેટરોની ટીમ

હિન્દી તથા અંગ્રેજીમાં મેચની લાઇવ કોમેન્ટ્રી કરાશે

રાજકોટ : શહેરના જામનગર રોડ સ્થિત ખંઢેરી સ્ટેડીયમ ખાતે ગુરૂવારે ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજા ટી-ર૦ નો જંગ જામશે. મેચ દરમિયાન દિગ્ગજ કોમેન્ટેટરોનું પણ શહેરમાં આગામન થયું છે. મેચ દરમિયાન અંગ્રેજીમાં સુનિલ ગાવસ્કર, સંજય માંજરેકર, લક્ષ્મણ શિવરામાક્રિષ્નન, મુરલી કાર્તીક, હર્ષા ભોગલે, દિપદાસ ગુપ્તા અને અતર અલીખાન (બાંગ્લાદેશ) કોમેન્ટ્રી કરશે. જયારે હિન્દીમાં ઇરફાન પઠાણ, હરભજન, આકાશ ચોપડા, જતીન સપ્રુ અને અંજના ગણેશ મેચની લાઇવ કોમેન્ટ્રી આપશે

(4:02 pm IST)