Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

માતાએ ભણવા બાબતે ઠપકો આપતા પંદર વર્ષની ભાવીયા ઘરેથી નીકળ્યા બાદ ગૂમઃ પોલીસે શોધી

માલવીયાનગર પોલીસે ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન કરાવ્યું

રાજકોટઃ કાલાવડ રોડ પર નાલંદા પાર્ક-૪માં માતૃ મંદિર સ્કૂલ સામે રહેતી  ભાવીયા (ઉ.વ.૧૫) નામની છાત્રા કે જે ધોરણ-૧૦માં ભણે છે તેને સ્કૂલે જવા બાબતે તેના માતા ધારીણીબેન તેજસભાઇ પરમારે ઠપકો આપતાં તે રિસાઇ જતાં સવારે પોણા સાતેક વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ હતી. આ અંગે માલવીયાનગર પોલીસને જાણ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની સુચનાથી પી.આઇ. એન.એન. ચુડાસમા, પીએસઆઇ જે. કે. પાંડાવદરા, પીએસઆઇ જે. એસ. ચંપાવત, કોન્સ. મશરીભાઇ ભેટારીયા, ચિરાગભાઇ કલોલા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા, ભાવીનભાઇ ગઢવી સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં તેણી ઘરેથી નીકળતી દેખાઇ હતી. એ પછી પોલીસે ટૂકડીઓ બનાવી આઇ-વે પ્રોજેકટના કેમેરા ચેક કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લે બાળા રેસકોર્ષ ખાતેથી મળી આવતાં તેના પરિવાર સાથે મિલન કરાવાયું હતું. સ્કૂલે જવા માટે મમ્મી ખીજાણા હોવાથી પોતે જતી રહ્યાનું તેણીએ કહ્યું હતું.

(4:01 pm IST)