Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રૂ.દોઢ લાખનો ચેક રિટર્ન થતાં કોન્ટ્રાકટર સામે ફરિયાદઃ આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ તા.૫: રાજકોટના એડી.ચીફ. જયુડી મેજી.શ્રી જી.ડી.પડીયાએ ક્રિષ્ના એન્ટરપ્રાઇસના માલીક નીર્મળભાઇ રાવતભાઇ મારૂની ફરીયાદ ઉપરથી કોન્ટ્રાકટ રાખી બાંધકામનું કામકાજ કરતા કોન્ટ્રાકટર ચંદ્રસિંહ અરજણસિંહ પરમાર વિરૂધ્ધ રૂપીયા ૧.૫ લાખની ચેક રીર્ટનની ફરીયાદ અનુસંધાને આરોપીને કોર્ટમાં હાજર રહેવાનુ સમન્સ ઇશ્યુ કરેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક વિસ્તારમાં ક્રિષ્ના એન્ટરપ્રાઇસના નામથી ફાઇનાન્સની પેઢી ધરાવતા નીર્મળભાઇ રાવતભાઇ મારૂએ કોઠારીયા રોડ ઉપર આવેલ રણુજા મંદિર પાસે રહેતા અને કોન્ટ્રાકટ રાખી બાંધકામનું કામકાજ કરતા કોન્ટ્રાકટર ચંદ્રસિંહ અરજણસિંહ પરમાર વીરૂધ્ધ નેગોશીયેબલ ઇન્સટ્ટમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ચેક રીર્ટનની ફરીયાદ નોંધાવેલ છે.

ફરીયાદ મા જણાવ્યા મુજબ આરોપી ચંદ્રસિંહ પરમારએ ફરીયાદીની ફાઇનાન્સ પેઢીમાંથી ધંધાના વીકાસ અર્થે રૂ.૨ લાખની લોન લીધેલ હતી અને તેની બાકી રહેતી રકમ રૂ.૧૪૫૫૧૦ પરત ચુકવવા માટે ફરીયાદી ને તેના બેંક એકાઉન્ટનો ચેક આપેલ હતો જે ચેક બેન્કમાં જમા કરાવતા ચેક વગર ચુકવણે અપુરતા ભંડોળને કારણે પરત ફરેલ હતો જેથી ફરીયાદીએ તેમના વકીલશ્રી મારફત આરોપીને ચેક રીર્ટન અંગેની નોટીસ આપેલ જે નોટીસનો સમયગાળો પુર્ણ થતા ફરીયાદીએ તેમના વકીલશ્રી સંજય એચ.પંડિત મારફત કોર્ટમાં ચેક રીર્ટન અંગેની ફરીયાદ કરતા એડી.ચીફ.જયુડી.મેજી.શ્રી જી.ડી.પડીયા આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્સ ઇશ્યુ કરેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ.પંડિત રોકાયેલ છે.

(3:55 pm IST)