Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા માં અમૃતમ કેમ્પ સંપન્ન

પૂ. નમ્રમુનિ મ.સા. પ્રેરિત ઉવસગ્ગહરં સાધના ભવનના ઉપક્રમે કોર્પોરેશનના સહયોગથી : ૨૨૮ કૂટુબના ૧૦૦૦ થી વધારે લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

રાજકોટઃ  તા.૫: શ્રી રાષ્ટ્રસંત પૂ. પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત અર્હમ યુવા સેવા ગૃપ વિવિધ શહેરોમાં દરેક ક્ષેત્રે સરાહનીય સેવા કાર્ય કરી રહ્યું છે.

 અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા તા. ૩ના રોજ 'માં અમૃતમ કાર્ડ કેમ્પ'નું શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન - આરોગ્ય સમિતિના સાથ - સહકારથી  આયોજન કરેલું.  એક જ દિવસે એક જ સ્થળે અનેક લોકોને માં અમૃતમ કાર્ડ મળી ગયા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કહે છે કે સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓનો વધારેમાં વધારે લોકો લાભ લે તે માટે સૌએ પ્રયત્નશીલ બનવું જોઈએ. આયુષ્યમાન ભારત અને મા અમૃતમ યોજના લોકો માટે આશીર્વાદ સમાન છે.

 મ્યુનિસિપલ કોર્પોરેશન આ સંદર્ભે ખૂબ જ સરાહનીય સહકાર આપે છે. આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર સહિત દરેક અધિકારીઓ - પદાધિકારીઓએ સાનુકૂળતા પ્રદાન કરી કેમ્પના આયોજનમાં  સહકાર કરેલ.

 આ પ્રસંગે કાર્યકારી મેયર  અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપના મહામંત્રી   જીતુભાઈ કોઠારી , શહેર ભાજપ મહામંત્રી  કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષના નેતા   દલસુખભાઈ જાગાણી તથા આરોગ્ય સમિતિ ચેરમેન  જયમીનભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહેલ.  મયુરભાઈ શાહ,  પ્રવિણભાઈ કોઠારી,   જીતુભાઈ બેનાણી, ઉપેનભાઈ મોદી,   પ્રતાપભાઈ વોરા, વિરેનભાઈ શેઠ,   જગદીશભાઈ શેઠ,  અલ્પેશભાઈ મોદી,   સુજીતભાઈ ઉદાણી, નિલેશભાઈ શાહ ખાસ હાજર રહેલ.

આરોગ્ય સમિતિના ચેરમેન   જયમીનભાઈ ઠાકરે કાર્ડના લાભો વિશે સૌને વિસ્તૃત માહિતી પ્રદાન કરી અને ગોંડલ સંદ્યનાપ્રમુખ  પ્રવિણભાઈ કોઠારીએ આ તકે જણાવ્યું કે આ કેમ્પ અર્હમ યુવા સેવા ગૃપ અને રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ દ્વારાયોજેલ જે ખૂબ જ આવકારદાયક અને અભિનંદનને પાત્ર છે આવા કેમ્પ જુદા જુદા વિસ્તારઓમાં પણ યોજાતા રહે તે સમાજ ઉપયોગી કાર્ય માટે ખૂબ જ જરૂરી છે. આ તબકે સેવાભાવી મનોજભાઈ ડેલીવાળા,  સુશીલભાઈ ગોડા અને   જગુભાઈ દોશીએ કેમ્પ માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે સંકલન કરેલું. આ માં અમૃતમ કાર્ડ કેમ્પમાં કુલ ૨ ૨ ૮ પરિવારોએ લાભ લીધેલો અને અંદાજે એક હજારથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે.

 પૂ. શ્રી ગુરુદેવ યુવાનોને કહે છે કે સંયમ લઈ યોગી બની શકો તો સર્વ શ્રેષ્ઠ છે પરંતુ યોગી ન બની શકો તો દરેકને ઉપયોગી બનજો. સેવા અને માનવતાના કાર્ય નમ્ર બની સ્નેહથી કરજો તો સેવા સોળે કળાએ દીપી અને ખીલી ઉઠશે. હૃદયમાં એવા ભાવ રાખવાના કે હું સર્વની સેવા માટે નિમિત્ત્। આત્મા છું.

અર્હમ યુવા સેવા ગૃપની સમસ્ત ટીમ  સેતુરભાઈ દેસાઈ,   જીમીભાઈ શાહ,   અલ્પેશભાઈ મોદી,   નિરવભાઈ અજમેરા,   ચેતનભાઈ મહેતા,  તેજસભાઈ બાવિશી,   રાજેશ્રીબેન બદાણી,  હિમાંશુભાઈ મહેતા તથા અર્હમ યુવા સેવા ગૃપની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(3:54 pm IST)