Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સ્માઇલ કરાઓકે કલબ દ્વારા શનિવારે સંગીત સંધ્યા

ઓન સ્ક્રિન પ્રોજેકશન સાથે ડોકટર્સ, એન્જીનીયર્સ, બિલ્ડર્સ દરજજાના કલા સાધકો, સ્વરનો જાદુ રેલાવશે

 રાજકોટઃ તા.૫, સ્માઇલ કરાઓકે કલબ દ્વારા   હેમુ ગઢવી હોલ ખાતે તા.૯ ના શનિવારે યાદગાર સંગીત કરાઓકેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.  ''સ્માઈલ કરાઓકે કલબ'' ના   કિશોરભાઈ મંગલાણીના સંગીત ગૃપ દ્વારા સ્ટેજ કાર્યક્રમોની અવિરત શ્રંખલાના ભાગરૂપે શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે ''હેમુ ગઢવી મીની હોલ''  ખાતે આયોજીત આ કાર્યક્રમનું ગાયક કલાકારો ઓરીજીનલ ગીતના ''ઓન  સ્ક્રીન પ્રોજેકશન'' સાથ કરાઓકે સંગીતના સથવારે હિન્દી ફિલ્મોના નવા-જુના સુમધુર ગીતો ગાઈને અનોખી અદામાં રજુ કરશે. સ્માઈલ કરાઓકે ગૃપના લાઈવ મેમ્બર્સ તેમજ વર્ષોથી સંગીત સાથેનો કલબનો નાતો રહયો તેવા સહ્રદદયી સ્વ. સરયુબેન ચંદ્રકાંત શેઠને આ કાર્યક્રમ દરમ્યાન ભાવમય ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. ''સ્માઈલ કરાઓકે કલબ'' ફકત સંગીતની કલાની ઉપાસના કરવા અને તેનો આનંદ માટે સહુની સાથે મળીને માણવા માટેની ''નોન પ્રોફેશનલ'' સંસ્થા છે, જેમાં શહેરના એન્જીનીયર્સ, ડોકટર્સ, બિલ્ડર્સ, અધિકારીશ્રીઓ તથા તમામ ક્ષેત્રના કલા સાધકો આપને ઉત્કૃષ્ઠ કક્ષાનાં ગીતો પીરસવા હંમેશા તત્પર તથા પ્રતિબધ્ધ રહે છે. આ કાર્યક્રમ હંમેશા નિઃશુલ્ક હોય છે. સ્માઇલ કરાઓકે કલબના સંગીતપ્રેમીઓ કિશોરભાઈ મંગલાણી, શ્રીમતી મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી  ચંદ્રકાંતભાઈ શેઠ, ડો. દિનેશભાઈ શ્રીમાંકર,   દિવ્યકાંતભાઈ પંડયા, શ્રીમતી હીનાબેન કોટડીયા, ડો.રંજનાબેન શ્રીમાંકર,   જિતેન્દ્રભાઈ ભટ્ટ, શ્રીમતી ગીતાબેન ભટ્ટ,   પરેશભાઈ માણેક, પંકજભાઈ ઝિબા,   સુરેશભાઈ વાસદાણી, અશોકભાઈ ચંદ્રાવાડીયા, શ્રીમતી સાધનાબેન વિભાકર,  નિલેશભાઈ મંગલાણી, શ્રીમતી શાલીનીબેન રેલવાણી વિગેરે પ્રખ્યાત ગીતોની  શાનદાર રજુઆત કરશે. 

આ પ્રસંગે વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.  સાંજે ૮:૩૦ કલાકે દિપ પ્રાગટય કરવામાં આવશે. સંચાલન   કિશોરભાઈ મંગલાણી, ઉદદ્યોષક ડો. દિનેશ શ્રીમાંકર તથા માર્ગદર્શક  ચંદ્રકાંત એમ. શેઠ ફરજ બજાવી રહ્યા છે.

(3:43 pm IST)