Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સગીરાને રોકી છેડતીના બનાવમાં નામચીન શખ્સનો સાગરીત ચીરાગ ઉર્ફે લાલો પકડાયો

રાજકોટ તા.૫: શહેરના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે સગીરાનો પીછો કરી છેડતી કરવાના ગુન્હામાં નામચીન રણજીત ઉર્ફે વચલી ટીકીટના સાગરીતને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી સગીરા થોડા દિવસ પહેલા એકટીવાલઇને ઘરેથી ભેળ લેવા માટે નિકળી હતી ત્યારે નામચીન રણજીત ઉર્ફે વચલી ટીકીટ ગોહેલ અને તેનો મિત્ર લાલો બંનેએ સગીરાનો પીછો કરી ભગતસિંહજી ગાર્ડન પાસે સગીરાના એકટીવા આડે બાઇક નાખી રોકીને આ એકટીવા અમારૂ છે કહી શારિરીક અડપલા કરતા સગીરાએ તેની માતાને ફોન કરીને બોલાવ્યા બાદ દેકારો બોલાવતા રણજીત ઉર્ફે ટીકીટે તેને છરી બતાવી એકટીવા પડાવી લીધુ હતુ. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીઆઇ આર.એસ.ઠાકર તથા પીએસઆઇ એમ.વી.રબારી સહિતના સ્ટાફે રણજીત ઉર્ફે વચલી ટીકીટ ગોહેલને પકડી લીધો હતો. બાદ પીએસઆઇ એમ.વી.રબારી,હેડકોન્સ હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, લક્ષ્મણભાઇ, ગીરીરાજસિંહ, જયંતીગીરી, પુષ્પરાજસિંહ, હિતેન્દ્રસિંહ, મુકેશભાઇ, નિર્મળસિંહ સહિતે નામચીન શખ્સના સાગરીત ચીરાગ ઉર્ફે લાલો દીનેશભાઇ ઝાપડીયા (ઉ.વ.૨૨)(રહે.આનંદનગર આવાસયોજના કવાટર બ્લોક નં.એફ-૬ કવાર્ટર નં.૨૪૮)ને પકડી લીધો હતો. લાલો અગાઉ ભકિતનગર પોલીસ મથકમાં વાહન ચોરીના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

(3:43 pm IST)