Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

કાચના જિનાલયે દિપાવલીની ભવ્ય આરાધનાઃ અનુષ્ઠાન-તપ-જાપ યોજાયા

પૂ.જિગ્નરસાશ્રી મ.સ.ની નિશ્રામાં

રાજકોટઃ તા.૫, શ્રમજીવી કાચના જીનાલયે પૂ.નેમીસુરીજી મ.સા.ના સમુદાયના સાધ્વીજી ત્રિદસયસા શ્રીજી તથા શ્રીધર્મસુરીસમુદાયના મતીગુણાતી શ્રીજી મ.સ.ના શિષ્યા પૂ. તપસ્વી જિગ્નરસાશ્રી મ.સા.ની શુભનિશ્રામાં સેંકડો જૈનોએ કરી દિપાવલીમાં ભવ્ય આરાધના અનુષ્ઠાનો તપ આરાધના સામાયક જાપ પ્રભુ મયી બની દિપાવલી દ્વાર ઉદ્ઘાટનનો ઉછામણી ભવ્યાતિ ભવ્ય ઉલ્લાસ પૂર્વક થઇ હતી.

જેમા દ્વાર ઉદ્ઘાટનનો  લાભ સાચાદેવ સુમતિનાથદાદાનો ચડાવો સ્વ. વિજયાબેન હિરાચંદ મિઠાણી પાર્શ્વનાથનો ચડાવો શ્રીમતી રીટાબેન મુકેશભાઇ મિઠાણી તેમજ ઉભા વિર માણીભદ્રનો ચડાવો શ્રીમતી રીધ્ધીબેન સિધ્ધાર્થભાઇ મિઠાણી તેમજ પ્રભુજીને સકળ શ્રીસંઘવતી એક લાખ કળીનો લાડુ ધરવાનો લાભ શ્રીમતી ઇન્દુમતી હેમતલાલ રામાણીએ લીધો હતો. પૂ. સાચાદેવ સુમતીનાથ દાદા ગોઠીજી પાર્શ્વનાથ પ્રથમ અષ્ટપ્રહારી  પૂજાનો લાભ રિયાતભાઇ સિધ્ધાર્થભાઇ લીધો હતો.

ત્યારબાદ પૂ.સાધ્વીજી ત્રિદસયશાશ્રીજી દ્વારાના ઉપદેશનાથી ભવ્ય રંગોળી જબ્બરજસ્ત પાંચ જેમા ઘંટાકર્ણવિર શ્રી ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રભુવિરને નિર્વાણ તેમજ પૂ. ગચ્છાધિપતિ આ.દી. નેમીસુરી દાદાની ભવ્ય  આભા બનેલ જે કાચના જિનાલયે મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઇ કોરડીયાના હસ્તે ખુલી મુકાણી હતી. જે હોલમાં પ્રતિષ્ઠા થવાની છે.

સ્વાધ્યાય હોલનો ચડાવો પુષ્પાબેન કિશોરભાઇ કોરડીયાએ લીધો હતો. તેમજ ઠાણા ઓઠાણા પુનમ પછી વિહાર યાત્રા લાભ જિવન જાગૃતિ વૃંદ મંડળ, પુત્રવધુ મંડળના બહેનોએ લીધો હતો. તેમ મે. ટ્રસ્ટી  કિશોરભાઇ કોરડીયાએ જણાવેલ હતુ.

(3:42 pm IST)