Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મવડીમાં ભાગવત સપ્તાહમાં કાલે રૂક્ષ્મણી વિવાહઃ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ

ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણનો લાભ લેવા કુબાવત પરિવારનો અનૂરોધ

રાજકોટ તા. પ : મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોક ખાતે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત કથામાં બહોળી સંખ્યામાં લોકો કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યું હતું કે સમસ્ત કુબાવત પરિવાર (ચાંદલીવાળા) દ્વારા આયોજીત આ કથાના વ્યાસાસને શ્રીમનીષદાદા જોષી (શ્રી હરિ) બીરાજી દરરોજ બપોરે ર થી ૬ સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય વાત એ છે કે કથાનાના માધ્યમથી સફાઇ, સીંગલ પ્લાસ્ટીક યૂઝ, દિકરી બચાવો સહીતના સંદેશાઓ પ્રસરાવવામાં આવી રહ્યા છે.

કથામાં આવતા પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જે મુજબ કાલે બૂધવારે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અને રાત્રે મનસુખભાઇ વસોયા મોટી ખીલોરીવાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજેલ છે.

મવડી બાપાસીતારામ ચોક, નૈમીષારણ્ય, તુલસીપાર્ક સોસાયટી, પટેલ ચોક, વરૂડી ડેરીની બાજૂમાં આયોજીત આ કથાની પૂર્ણાહુતી તા.૭ના થશે. વધૂને વધૂ સંખ્યામાં લોકોએ ધર્મલાભ લેવા ભરતભાઇ કુબાવત અને સમસ્ત કુબાવત પરિવારે અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કથા વકતા પૂ. મનીષદાદા જોષી (શ્રી હરિ), વોર્ડ નં.૧૬ ના કોર્પોરેટર ભરતભાઇ કુબાવત, સાધુ સમાજના પ્રમુખ અવધેશબાપુ, (ગુણેશ્વર મહાદેવ મંદિર મહંત), દિનેશભાઇ કપૂરીયા, નરેશભાઇ પરમાર, હરેશભાઇ જોષી, જયંતભાઇ ઠાકર, ભરતભાઇ સોહલા, દિવ્યેશભાઇ પટેલ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:38 pm IST)