Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ઈદે મીલાદનું જુલુસ ભવ્યાતિભવ્ય બનાવોઃ શરિયત વિરૂધ્ધનાં કાર્યો બંધ કરો તો ચાર ચાંદ લાગશે

ઈઘ્ે મિલાદુન્નબી કમિટી દ્વારા ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોની મીટીંગમાં મુસ્લિમ સમાજને અપીલ ડી.જે.માં સંગીતની ધૂન પર ના'ત વગાડી નાચવું, બેપર્દા ઓરતોનું સામેલ થવું, ન્યાઝને ફેંકવી, ફટાકડા ફોડવા, કેક કાપવી જેવા કાર્યો ન કરવા જોઈએઃ જુલૂસમાં દરેક વ્યકિત અદબ સાથે સામેલ થાયઃ શકય હોય તો માથે ઈમામા બાંધે, નમાઝની પાબંદી કરે તો લોકોમાં સારો મેસેજ જશેઃ કમિટી

રાજકોટ,તા.૫: આગામી તા.૧૦  ઈદે મીલાદનો મહાન દિવસ આવી રહયો છે. આ દિવસ રાજયભરના ગામેગામ, શહેરો શહેરમાં દર વર્ષ ભવ્ય જુલુસો કાઢવામાં આવે છે. આ જુલુસ હજી ભવ્યાતિભવ્ય બને અને વધુમાં વધુ લોકો તેમાં જોડાય પરંતુ જુલુસમાં ગેરઈસ્લામી રસ્મો રીવાજ કરવામાં આવે છે તે  દુર થાય અને શરિયત વિરૂધ્ધના કામો ના થાય. આ માટે છેલ્લા કેટલાક વર્ષોથી આ માટે મહેનત કરી રહયા છીએ તેને સફળ બનાવવા ઈદેમિલાદુન્નબી કમિટી દ્વારા મુસ્લીમ સમાજના ધાર્મીક, રાજકીય અને સમાજીક આગેવાનોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થીત ધાર્મીક, રાજકીય અને સામાજીક આગેવાનોએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે સમાજમાંથી બુરાઈઓના ખાત્મો કરવાની અને સમાજમાં સુધારણા લાવવાની દરેકની જવાબદારી છે. આ માટે એકબીજાની મદદગીરીથી કઈ રીતે કામ કરી શકાય તે આજની મીટીંગનું ઉતમ ઉદાહરણ છે.

ઈદમીલાદનું જુલુસ અલ્લાહના પ્યારા હબીબ (સલ્લલ્લાહું અલયહિ વસલ્લમ) ની દુનિયામાં પધરામણીની ખુશીમાં કાઢવામાં આવે છે. આથી જુલુસ પણ એ રીતે કાઢવામાં આવે કે તેમાં આકાની સુન્નત પણ અદા કરવામાં આવે અને ગેરઈસ્લામી તરીકાથી બચી શકાય.

આજે જુલુસમાં ફટાકડા ફોડવા, સંગીતની ધુન પર ન્આત વગાડવી, બેપર્દા ઓરતોનું જુલુસમાં સામેલ થવુ, ન્યાઝને ફેંકીને કે ઉછાળીને આપવુ એ ઈસ્લામનો તરીકો નથી. જેને દુર કરી હુઝુરની સુન્નત અપનાવી સાચા મુસલમાનની જેમ જુલુસમાં સામેલ થઈ આન, બાન અને શાનથી પરંતુ સાદગીથી ઈદેમીલાદ મનાવીશું તો અલ્લાહની ખશનુદી પ્રાપ્ત કરી શકીશું. આથી દરેક વ્યકિતની ફરજ છે કે બરાઈ જુએ તો પ્રથમ તેને હાથથી રોકવાની કોશીષ કરે એ ના બની શકે તો જીભથી રોકે છતાં હિંમત ના હોય તો કમસે કમ દિલમાં બુરૂ જાણેતો ગુનાહોથી બચી શકાશે.

પ્યારાનબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની બારગાહમાં અવાજ બુલંદ કરવાનો હુકમ નથી ત્યારે આપણે તેમના નામ પર જુલુસ કાઢીએ અને તેમાં ડી.જે. પર મ્યુઝીકની ધુન પર ન્આત વગાડીએ, અઝાનનો અવાજ આવે અને નમાઝ અદા ન કરીએ તો સુન્નત અને અદબના ખિલાફ છે.

જુલુસ તો એવુ ભવ્ય પણ અદબથી કાઢવુ જોઈએ કે લોકો મુસલમાનોને જોઈ ફખ્ર કરે. આથી જુલુસમાં અદબ જાળવો, સ્પીકર પર જે ન્આત પઢવામાં આવે તેના ઈશ્કમાં ડુબી જઈ  ખામોશીથી સાંભળતા જાઓ તો બરકત અને રહેમત ઉતરશે. જો તમે લોકો તમારી શાન વધારવા માંગો છો તો આપ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમ)ની શાનને સમજો અને ગુસ્તાખીના કરો. અલ્લાહ અને તેના રસુલે બતાવેલા તરીકા પર અમલ અને તેમણે દર્શાવેલ કાનુન પર અમલ કરીશુ અને સારા અખલાક પેદા કરીશું તો લોકોના દિલમાં ઈસ્લામની મહોબ્બત પેદા થશે.

તમામ મખ્લુક અને તમામ ઉમ્મત અને કોમમાં મુસલમાન સર્વશ્રેષ્ઠ મુસલમાનની મીશાલ ટ્રેનના એન્જીન જેવી છે. જો એન્જીન ખરાબ હશે તો ડબ્બા નહી ચાલે, ઈદેમીલાદના જુલુસમાં પણ એ રીતે સામેલ થઈએ કે તમામ લોકો ફખ્ર કરે અને ઈસ્લામ તરફ આકર્ષાય એમ જણાવી ઈદેમીલાદ કમિટીએ વિનંતી કરી હતી કે જુલુસમાં શરિયત વિરૂધ્ધ કોઈ કામ ના થાય તેનું ધ્યાન રાખે અને વધુમાં વધુ લોકો સુધી આ સંદેશો પહોંચાડે, ઉપરાંત બાઈક પર ઝંડા લગાવી લોકો સ્ટંટ કરતા હોય છે અને ગેરકોમ તો શું મુસલમાનો પણ પરેશાન થાય છે.

ઈસ્લામનો મેસેજ લોકોના દિલમાં મહોબ્બત પેદા કરવાનો છે. લોકોની પરેશાની વધારવાનો નથી. આથી જેટલી અદબ જાળવશો તેટલી અલ્લાહની રહેમત અને બરકત ઉતરશે તેમ જણાવ્યું હતું.

તા. ૧૦ નવેમ્બર રવીવારના રોજ સવારે શહેરનાં દરેક એરીયામાંથી ઓલમાં અને સાદાતની રહેબરીમાં પોતાના રૂટ મુજબ જુલુસ નિકળી શહેરના રાજમાર્ગો પર થઈ હઝરત ગેબન શાહ પીરની દરગાહ પર સલામ કરી રેસકોર્ષ ગ્રાઉન્ડ પર પહોંચશે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં શાનદાર જલ્સાનું આયોજન કરેલ છે. જેમાં સૌરાષ્ટ્રનાં મશહુર નાતખ્વા નાત ખ્વાની કરશે. તેમજ આસ્તાના એ તર્કીયાના વિદ્યાર્થીઓ ઈસ્લામ વિશે પ્રવચન આપશે.

તેમજ તમામ મુસ્લીમ ભાઈઓ માટે આમ ન્યાઝ (વેજીટેરીયન)નું આયોજન કરેલ છે. તે ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને કમીટીઓને ફાળવેલ સ્ટોલ પરથી ન્યાઝ, પીપરમેન્ટ, આઈસ્ક્રીમ, પફ, બીસ્કીટ,છાશ, પાણીનું વિતરણ કરવામાં આવશે. શહેરની કોઈ સંસ્થા અથવા કોઈએ વ્યકિતગત ન્યાઝનું વિતરણ કરવું હોય તો તે માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે.

ત્યારબાદ ઝોહરની નમાઝ બાજમાઅત અદા કરવામાં આવશે. જે માટે વઝુની વ્યવસ્થા રાખેલ છે. આખરમાં દેશમાં શાંતી સુલેહ ભાઈચારા માટે દુઆ કરવામાં આવશે.

ઈદે મિલાદુન્નબી કમિટીના સૈયદ મહેબુબબાપુ કાદરી (રઝા મસ્જીદ), સૈયદ સિકંદરબાપુ કાદરી, સૈયદ વજીરઅલી બાપુ, મૌલાના બરકતઅલી (નુરાની મસ્જીદ), ડો.કાદરી સાહેબ (જંગલેશ્વર), એઝાઝબાપુ બુખારી, મુન્નાબાપુ (જંગલેશ્વર), ઈરફાનભાઈ કુરેશી, હાજીભાઈ વોડિયા, હાજી ઈકબાલ ભાણુ, ઈબ્રાહીમભાઈ (આઈ.કે. સીલેકશન), ઈકબાલભાઈ સકકરયાણી, હાસમભાઈ ડોળીયા, ઈલુભાઈ શમા, મહમ્મદભાઈ હાલા, રઝાકભાઈ લાખા, ફતેમહમ્મદભાઈ, ફિરોઝભાઈ ડેલા, હારૂનભાઈ પતાણી,  ઈસાભાઈ ભૈયા, અલ્લાઉદીન કારીયાણીયા, યાકુબભાઈ દલવાણી, હારૂનભાઈ શાહમદાર, આસીફભાઈ સલોત, ઈસ્માઈલ ખીયાણી, અમીનભાઈ શમા, અલ્તાફભાઈ કુરેશી (વાવડી), નાસીરભાઈ કુરેશી (વાવડી), લાલાભાઈ માડકીયા, મૌલાના નવાઝબાપુ મીર, બસીરભાઈ (આસ્તાનએ તુર્કિયા) (પ્રીન્સીપાલ), રઝાકભાઈ જામનગરી, પરવેઝભાઈ કુરેશી, રઝાકભાઈ કારીયાણીયા, હનીફભાઈ જેસાણી, અયુબભાઈ (ખોડિયારપરા), ફિરોઝભાઈ (ખોડિયારપરા), રાજુભાઈ દલવાણી, શોકતભાઈ કચરા, યુનુસભાઈ (લકકી)એ ''અકિલા'' કાર્યાલયે વિગતો આપેલ.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:37 pm IST)