Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દંડના ડામથી દાઝી રહેલી પ્રજા...રોષ વચ્ચે પણ સવારે ૧ાા કલાકમાં હેલ્મેટના ૮૦ કેસ

નિયમોનું પાલન કરાવવા પોલીસ કટીબધ્ધઃ ૯૪ એનસી કેસ, ૪૧૪૦૦નો દંડ વસુલાયોઃ ૧૭૮ આરટીપીના કેસ

રાજકોટ તા. ૫: ટ્રાફિકના કાયદાઓના ભંગ બદલ નવા નિયમો મુજબ આકરા દંડની વસુલાતને પગલે રાજ્યભરમાં ઠેર-ઠેર રોષ ફેલાયો છે. વડોદરામાં એક વાહન ચાલકને પોલીસે હેલ્મટે ન પહેર્યુ હોવાથી રોકતાં તેણે ભારે ધાંધલ ધમાલ મચાવી હતી અને રોડ પર સુઇ જઇ મને મારી નાંખવો હોય તો મારી નાંખો, બાકી હેલ્મેટ તો નહિ જ પહેરું તેવું કહી પોલીસ સાથે ભારે જીભાજોડી કરી હતી. આવા વિડીયો પણ ખુબ વાયરલ થયા હતાં. શહેરી વિસ્તારમાં હેલ્મેટની જરૂરિયાત નહિ હોવાની ટુવ્હીલર ચાલકોની લાગણી છે અને સોમાંથી નેવું વાહન ચાલકો શહેરમાં હેલ્મેટ પહેરવા ઇચ્છુક નથી. આમ છતાં કમરતોડ દંડ વસુલાતો હોઇ મજબૂરીવશ ટુવ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતાં થયા છે. પોલીસ પણ નિયમોનું પાલન કરાવવા કટીબધ્ધ રહી છે અને આજે પાંચમા દિવસે પણ ડ્રાઇવ યથાવત રાખી હતી. સવારે દોઢ કલાકમાં હેલ્મેટના ૮૦ કેસ કરવામાં આવ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ આજે સવારે એસીપી ટ્રાફિક બી.એ. ચાવડાની સુચના હેઠળ પીએસઆઇ એ. એમ. મહેતા, પીએસઆઇ વી. પી. આહિર, જે. કે. મહેતા, બી. બી. કોડીયાતર, જે. ડી. વસાવા, એન. આર. જાડેજા, એ. એલ. ઝાલા, એએસઆઇ હાર્દિકભાઇ, હેડકોન્સ. ઝાહીરખાન અબ્દુલભાઇ અને પીએસઆઇ કે. ડી. પટેલે પોલીસ હેડકવાર્ટરના ઇન ગેઇટ, આઉટ ગેઇટ, બહુમાળી ભવન ચોક, પોલીસ કમિશનરની કચેરી, આરએમસીની મુખ્ય કચેરી, ઝોનલ કચરેીઓ, રૂરલ એસપી ઓફિસ તથા કોસ્મો ચોકડી અને માધાપર ચોકડીએ ડ્રાઇવ રાખી હતી.  સવારે સાડા દસથી બપોરના બાર સુધીમાં હેલ્મેટના ૮૦ કેસ, ત્રણ સવારીના ૧૪ કેસ કરવામાં આવ્યા હતાં. ૯૪ એનસી કેસ કરી ૪૧૪૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરટીપી એપ હેઠળ વાહનોના ફોટા પાડી ૧૭૮ કેસ નોંધવામાં આવ્યા હતાં.

ઉપરોકત કામગીરી માત્ર ટ્રાફિક બ્રાંચની ટીમોની છે. અન્ય પોલીસ મથકો અને બ્રાંચ દ્વારા અલગથી હેલ્મેટના દંડની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ આઇવે પ્રોજેકટના કેમેરા દ્વારા તેમજ ઓટોમેટિક કેમેરા દ્વારા પડતા ફોટા-દંડની સંખ્યા અલગ જ છે, જે લાખોમાં થવા જાય છે.

શહેરી વિસ્તારમાં હેલ્મેટ અને સીટ બેલ્ટના કાયદા સામે વાહન ચાલકોમાં સતત અને સખત રોષ છે. પરંતુ મસમોટા દંડ ભરી શકવાની ક્ષમતા ન ધરાવતાં નાના માણસો, શ્રમિકો ડરને લીધે હેલ્મેટ પહેરવા મજબૂર થઇ રહ્યા છે. અમુક નાના મજૂરો પાસે મજૂરીના સ્થળે આવવા-જવા માટેના વાહનો તો છે પરંતુ હેલ્મેટ નથી. આવા અનેકના ફોટા પડ્યા છે. જેને આગામી સમયમાં ૫૦૦-૫૦૦ના દંડ ભરવા પડશે. લોકોના રોષ વચ્ચે પણ પોલીસ નિયમોનું પાલન કરાવવામાં કટીબધ્ધ રહી છે.

(3:24 pm IST)
  • સુપ્રીમકોર્ટે જગન્નાથપુરી મંદિરની સ્થાયી મિલકતોની વિગતો માંગી છે access_time 10:32 pm IST

  • " ઓપરેશન બ્લેક મની " : ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વી.કે.શશીકલાની 1600 કરોડની સંપત્તિ જપ્ત : AIADMK ના પૂર્વ મહાસચિવ શશીકલા હાલમાં ભ્રષ્ટાચારના આરોપસર 4 વર્ષની જેલસજા ભોગવી રહ્યા છે. access_time 8:23 pm IST

  • કેજરીવાલને મોટો ફટકો : ચૂંટણીપંચના અભિપ્રાયને પગલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ 11 જેટલા 'આપ ; ના ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા માંગણી કરતી અરજી ફગાવી દીધી છે : કેજરીવાલને મોટો ફટકો પડ્યો છે access_time 10:36 pm IST