Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાજકોટમાંથી ગેરકાયદે-સરકારી સર્ટી,વગર લોકોને વિદેશ મોકલતી એજન્સીઓ પર ક્રાઇમ બ્રાન્ચનાં દરોડા : ચાર એજન્ટો વિરુદ્ધ ગુન્હો

વિદ્યાર્થીઓ તથા વિદેશ જવા માંગતા નોકરી વાંચ્છુકોને ગેરકાયદે રીતે મોકલતા

રાજકોટ : રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારત સરકારના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં મોકલતા એજન્ટોની ઓફિમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ ,નાયબ પોલીસ કમિશનર ઝોન-1 રવિમોહન સૈની,અને નયબ પોલીસ કમિશનર ઝોન-2 મનોહરસિંહ જાડેજાનાઓએ વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલ એક એપ્લિકેશન જેમાં અરજદાર ડો,રાકેશ પ્રકાશ નિગમ ( રહે, ઈંદોર મધ્યપ્રદેશ ) પોતાની દીકરીને ઉચ્ચભ્યાસ માટે ફિલિપિન્સ મોકલવા માટે રાજકોટના ઇમિગ્રેશન એજન્ટ પરાગ મલકાણ દિવ્યા એજ્યુકેશન એન્ડ ફેસીલીટેશન કોટેચાનાગર મેઇનરોડ અમીનમાર્ગ વાળા એજન્ટ મારફત મોકલેલ હોય અને તેણે ઓનલાઇન સરહળુ એજન્ટની મિનિસ્ટ્રી ઓફ એસ્ટર્નલ અફેર્સમાં પોતાની સાથે ફ્રોડ થયાની ફરિયાદ કરેલ હતી તેની તપાસ પોલીસ કમિશનર તરફથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ અને આવા એજન્ટો ઇમિગ્રેશન એક્ટ 1983 કલમ 10 અને 24નો ભંગ કરી કોઈપણ પ્રકારના ભારત સરકારના માન્યતા વાળા સર્ટિફિકેટ વગર વિદેશ મોકલવાનું કામ કરતા હોય તેઓ સામે કાર્યવાહી કરવા સૂચના અન્વયે ,સી,પી, ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા તથા પોલીસ ઇન્સ,એચ,એમ,ગઢવીના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ પો.ઇન્સ,ડી,પી,ઉનડકટ દ્વારા ડી,સી,બી તથા એસ,,જી,ની અલગ અલગ ટિમો બનાવીને રાજકોટમાં આવી લીગલ ઓફિસો ધરાવતા હોય ત્યાં દરોડા કરાયા હતા

  દરોડામાં પરાગભાઇ નરેન્દ્રભાઈ મલકાણ (દિવ્યા એજ્યુકેશન એન્ડ ફેસીલીટેશન એજન્સી પંચશીલ પ્લાઝા કોટેચા નગર મેઈન રોડ રાજકોટ )વિશાલ ઈશ્વરભાઈ ખાંટ ( રિયો એજ્યુકેશન  હરભોલે કોમ્પ્લેક્ષ ત્રીજા માળે ,એચ,પી, પેટ્રોલપમ્પની સામે યુનિવર્સીટી રોડ રાજકોટ ) પારાશભાઈ અશોકભાઈ ખજુરિયા ફર્સ્ટ સ્ટેપ એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન કન્સલ્ટન્સી લેન્ડ માર્ક બિલ્ડીંગ  બીજામાળે ઓફિસ , 222થી 225 એસ્ટ્રોન ચોક રાજકોટ ) ધવલભાઈ રમણીકભાઇ ઠેસીયા ટી,એસ,,એફ, એજ્યુકેશન એન્ડ પ્રાઇવેટ લિમિટેડ થઈ,ફોર પલ્સ કપ્મ્લેક્ષ પહેલા માળે ઓફિસ , 103 સરદારનગર મેઇનરોડ એસ્ટ્રોન ચોક રાજકોટ ) ને ત્યાં દરોડા પાડ્યા હતા

  ચારેય એજન્ટોએ ગેરકાયદે રીતે ભારત સરકારના ઇમિગ્રેશન એક્ટ 1983ની કલમ 10નો ભંગ કરીને વિદ્યાર્થીઓ તથા વિદેશ જવા માંગતા નોકરી વાંચ્છુકોને ગેરકાયદે રીતે મોકલતા હોય તેઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે

 

 

(9:02 am IST)