Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

રાધાકૃષ્ણનગરમાં સતેન્દ્ર ઉર્ફે બાબુની હત્યાના પ્રયાસમાં મહિલા સહિત ચાર પકડાયા

અજયસિંહ, સોહીલ ઉર્ફે નાનો, સાહિદ ઉર્ફે મોટો અને માતા ઝરીના હીંગોરાની ધરપકડઃ નામચીન આસીફ ગંધારો અને મોઇન તથા એજાઝની શોધ

રાજકોટ તા.૪: શહેરના જંગલેશ્વર પાસે રાધાકૃષ્ણનગરમાં પચ્ચીસ દિવસ પડેલા બાઇક અથડાવવા પ્રશ્ને હાર્ડવેરના કારખાનાના કારીગર સતેન્દ્ર ઉર્ફે  બાબુ ભૈયાને નામચીન આસીફ ગંધારા સહિત સાત શખ્સોએ છરી, ધોકા તથા પાઇપ થી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં ભકિતનગર પોલીસે મહિલા તેના બે પુત્રો સહિત ચાર શખ્સોની ધરપકડ કરી  છે.

મળતી વિગત મુજબ જંગલેશ્વર મેઇન રોડ વેલનાથ મંદીરની સામે રાધાકૃષ્ણનગર શેરી નં.૧૨માં રહેતા અને ઘરમાંજ ચામુંડા હાર્ડવેર નામનું કારખાનું ધરાવતા જેસીંગભાઇ રઘુભાઇ સેટાણીયા (ઉ.વ.૩૯)નો પુત્ર લાલજી તા.૧૨-૧૦ના રોજ ઘરેથી બાઇક લઇને દૂધની કોથળી લેવા જંગલેશ્વર મેઇન રોડ પર જતો હતો. ત્યારે શેરીની બહાર નીકળતાજ ઘરપાસે રહેતી ઝરીના સાથે રહેતા અને કામ કરતો મોઇન બાઇક લઇને આવી પુત્ર લાલજી સાથે બાઇક ભટકાડેલ બાદ મોઇને જેમ ફાવેતેમ ગાળો આપી ઝઘડો કરતા પોતે ત્યાં પહોંચી જતા લાલજીને ઘરે લઇ આવ્યા હતા. ત્યારબાદ સાંજે જેસીંગભાઇ પરિવાર સાથે ઘરે હતા. ત્યારે જોબવર્ક માટે એબ્યુમિનીયમનો માલ બફકામ માટે લઇ જતો સતેન્દ્ર ઉર્ફે બાબુ રામચંદ્રભાઇ ભૈયો માલ લેવા માટે આવેલ હતો.  ત્યારે જેસીંગભાઇ, બાબુ ભૈયો અને રીક્ષાવાળા અફઝલભાઇ ઘરની બહારઉભા હતા. ત્યારે શેરીમાં જ રહેતી ઝરીનાના બેદીકરા નાનો સોહીલો તથા મોટો સોહીલો તેની સાથે નામચીન આસીફ ગંધારો, મોઇન, એજાઝ, કુસુમબાનો દીકરો અજય જાડેજા તલવાર છરી હુકાડી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ સાથે આવી જીવલેણ હુમલો કર્યો હતો. માથાકુટ થતા આસીક ગંધારાએ સતેન્દ્ર ઉર્ફે બાબુ ભૈયાના માથામાં તલવારના ત્રણ જેટલા ઘા મારી દીધા હતા. દેકારો બોલતા સાથેય શખ્સો ભાગી ગયા હતા. બાદ સતેન્દ્ર ઉર્ફે બાબુ ભૈયાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં ભકિતનગર પોલીસે જેસીંગભાઇ સેટાણીયાની ફરીયાદ પરથી નામચીન આસીક ગંધારા સહીત સાત શખ્સો સામે રાયોટ તથા હત્યાની કોશીષનો કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વ.કે.ગઢવી તથા રાઇટર નિલેષભાઇ મકવાણા અને ઘનશ્યામભાઇ સહીતે જંગલેશ્વર મેઇન રોડ વેલનાથ ચોક ખોડીયાર પાનની બાજુમાં રહેતા અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉવ.ર૪) રાધા કૃષ્ણ નગર શેરી નં. ૧૩ ની ઝરીના અજીતભાઇ હીંગોરા (ઉ.વ.૪૦)તેના બે પુત્રો સોહીલ ઉર્ફે નાનો  સોહીલો અજીતભાઇ હીંગોરા (ઉ.વ.૧૯) અને સાહિલ ઉર્ફે મોટો સોહીલો અજીતભાઇ હીંગોરા (ઉ.વ.ર૩)ની  ધરપકડ કરી નામચીન આસીફ ગંધારો, મોઇન અને એજાજની શોધખોળ હાથ ધરી છે.

(3:49 pm IST)