Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

વિદેશી દારૂના ગુનામાં સામેલ પ્રિયાંક ઉર્ફે કાળુ પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૫: યુનિવર્સિટી પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં સામેલ શખ્સને પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગતો મુજબ યુનિવર્સિટી પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં સામેલ પ્રિયાંક ઉર્ફે કાળુ વિનોદભાઇ મહેતા (ઉ.વ.૨૭)(રહે. જાગનાથ પ્લોટ-૧૬ યાજ્ઞિક રોડ) ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઇ એન.બી. ડોડીયા,  હેડ કોન્સ. હરેશભાઇ, ઇકબાલભાઇ, ગીરીરાજસિંહ, હરિશચંદ્રસિંહ, રવિરાજસિંહ, ધમેન્દ્રસિંહ,  કૃષ્ણદેવ સિંહ,  મુકેશભાઇ અને ધર્મરાજસિંહ સહિતે પ્રિયાંક ઉર્ફે કાળુને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે. (૧.૧૨)

 

(3:53 pm IST)