Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

માનવ અધિકાર અને અપરાધ વિરોધી સંગઠનના રાજકોટ જિલ્લા પ્રમુખપદે સોનલબેન ડાંગરિયા

ઉપપ્રમુખપદે રવિરાજ નિરંજનીઃ તાલુકા મથકોએ સંગઠન વિસ્તારાશે

રાજકોટ, તા.પઃ આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન દ્વારા ચેરમેન રમેશ શાહ તેમજ ગુજરાત રાજયના પ્રમુખ જયશ્રી બાબરિયા દ્વારા રાજકોટ જીલ્લાના પ્રમુખ તરીકે સામાજિક કાર્યોમાં અગ્રેસર એવા મહિલા અગ્રણી સોનલબેન ડાંગરિયા મો.૯૨૬૫૫ ૯૬૬૧૨ ની પ્રમુખ પદે તેમજ સામાજિક કાર્યકર અને રાજકોટના યુવા અગ્રણી રવિરાજ નિરંજની મો.૮૦૦૦૭ ૪૪૯૯૯)ની રાજકોટ જીલ્લાના ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. તેઓ બંને રાજકોટમાં 'સમાજ સેવા કેન્દ્ર'ના નામે ઘણા સમયથી સામાજિક સેવાના સાથે સંકળાયેલા છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠનનું આગામી દિવસોમાં સમગ્ર રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં સશકત સંગઠન બનાવી સમાજના વિવિધ પ્રશ્નો, સમસ્યાઓના ઉકેલ લાવવા તત્પર બનશે.

(3:46 pm IST)