Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

દિવાળીએ રેસકોર્ષમાં ૧૦ લાખ સ્કવેર ફૂટ જગ્યામાં યોજાશે અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગ

ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાનાર અષ્ટલક્ષ્મી યજ્ઞ માટે ખાસ બેંગ્લોરથી પંડિતનું આગમન : હજારો સ્વયંસેવકો રહેશે ખડેપગે : દિવાળી પૂજન અને મહાસત્સંગને લઈને તડામાર તૈયારી : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી એક લાખથી પણ વધુ લોકો લાભ લેશે

રાજકોટ : આર્ટ ઓફ લીવીંગ રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા દિવાળીના પર્વ નિમિતે તા.૭-ને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાંનિધ્યમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્ષમાં ૧૦ લાખ સ્કવેર ફિટ જગ્યામાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ કર્યક્રમને લઈને સૌરાષ્ટ્રભરમાં અત્યારે આધ્યાત્મીક માહોલ જેવા મળી રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહયા છે. રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના સાંનિધ્યમાં દિવાળીના પાવન પર્વ નિમિત્ત્।ે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીની સાંજે રાજકોટના હાર્દ સમા રેસકોર્ષ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખથી પણ વધારે લોકો લેશે.

વધુમાં વધુ લોકો ગુરુદેવની હાજરી યોજાનાર આ કાર્યક્રમનો લાભ લે એવી વિનંતી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા અપીલ કરાઈ છે.

કાર્યકમ માટે રેસકોર્ષ મેદાનમાં ૧૦ હજાર સ્કવેર ફૂટ જગ્યામાં સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. અષ્ટલક્ષ્મી યજ્ઞ માટે ખાસ બેંગ્લોરથી પંડિતનું સૌરાષ્ટ્રમાં આગમન થયું છે. બેગ્લોર આશ્રમથી પંડિતો સીધા ગોંડલ અને ત્યાર બાદ સોમનાથ દર્શન કારીને દિવાળીના દિવસે રાજકોટમાં પધારશે. કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આર્ટ ઓફ લિવિંગના રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અત્યારથી જ અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગના કાર્યકમ માટે સ્વયંસેવકો રેસકોર્ષ મેદાનમાં સેવા આપી રહ્યા છે. કાર્યક્રમના દિવસે હજારોની સંખ્યામાં ટીચરો અને સ્વયંસેવકો ખડેપગે રહેશે.

શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં આજે નિકોલમાં વૈદિક ધન્વન્તરી હોમ અને લક્ષ્મી પૂજન

આર્ટ ઓફ લીવીંગ એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટ્સનો પ્રારંભ : સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગે વાર્તાલાપઃ ૧૨૦૦ આયુર્વેદ ચિકિત્સકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે

રાજકોટ : આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી દિવાળી દરમ્યાન ગુજરાતના પ્રવાસે છે. આજરોજ 'આયુર્વેદ દિવસ' નિમિત્ત્।ે રસપાન પાર્ટી પ્લોટ, નિકોલમાં શ્રી ધન્વન્તરી હોમ, લક્ષ્મી પૂજન અને મહા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોમમાં ૧૦૦૮ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આશરે ૧૨૦૦ જેટલા આયુર્વેદિક ચિકિત્સકો તથા ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સાથે લગભગ ૧ લાખ લોકો અત્રે ઉપસ્થિત રહેશે દીર્દ્યાયુષ્ય, અપમૃત્યુ અને અકાળ મૃત્યુ થી મુકિત તથા આરોગ્ય-પ્રાપ્તિ માટે ધન્વન્તરી યજ્ઞ કરવામાં આવતો હોય છે. આસોમાસ કૃષ્ણ પક્ષ – તેરસ એ ભગવાન ધન્વન્તરીનો પ્રાગટ્ય દિન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે ભગવાન ધન્વન્તરીની પૂજા અર્ચના કરવાથી અકાળ મૃત્યુ નિવારી શકાય છે. વર્તમાન જીવન શૈલી, ચિકિત્સા પદ્ઘતિ, અનેક રોગોને નિમંત્રણ આપે છે, ત્યારે આયુર્વેદ ચિકિત્સાની અસરકારકતા વિષે આ કાર્યક્રમમાં માહિતી અપાશે. દરેક મનુષ્યની પ્રકૃતિ-તાસીર જુદી જુદી હોય છે, આયુર્વેદ એટલું વિચક્ષણ વિજ્ઞાન છે કે જે વ્યકિતની પ્રકૃતિને જાણીને એ પ્રમાણે સારવાર કરે છે. કાર્યક્રમ દરમ્યાન સ્થળ ઉપર પણ આયુર્વેદિક ચિકિત્સકોને મળીને, નાડી પરીક્ષણ દ્વારા માર્ગદર્શન મેળવી શકાશે.

આર્ટ ઓફ લિવિંગ-અમદાવાદના વોલંટીયર્સ આસપાસના ગામડાઓમાં જઈને લોકોને મળે છે, તથા તેમની તકલીફો સાંભળીને મદદરૂપ થાય છે. ગૃહ ઉદ્યોગો દ્વારા મહિલા સશકિતકરણ, ઓર્ગેનિક ખેતી, સ્વચ્છતા, શિક્ષણ જેવા મુદ્દે સંસ્થા કામ કરી રહી છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં ૧૦૦૦૦ જેટલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્ટ ઓફ લિવિંગ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટસનું ઉધ્દ્યાટન પણ આજરોજ કરવામાં આવી રહ્યું છે. જેમાં શાસ્ત્રીય નૃત્ય, શાસ્ત્રીય સંગીત જેવા વિષયો પર શિક્ષણ આપવામાં આવશે. શાસ્ત્રીય સંગીત-નૃત્ય સાથે સંકળાયેલા શહેરના અગ્રણી કલાકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.

ઉલ્લેખનીય છે કે શ્રી ધન્વન્તરી યજ્ઞ જાહેરમાં ગુજરાતમાં સૌ પ્રથમ વાર યોજાઈ રહ્યો છે. ધનતેરસના શુભ પર્વ નિમિત્ત્।ે શ્રી શ્રી આશીર્વચન આપશે અને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સમૃદ્ઘિ અંગે વિશેષ વાર્તાલાપ કરશે.(૩૭.૨)

(3:30 pm IST)