Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

વતનમાં જવા બાબતે પત્નિ મેઘાએ ઝઘડો કરતાં દિલીપ દવા પી ગયો

ટંકારાના નેકનામનો બનાવઃ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૬: ટંકારાના નેકનામ ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ દાહોદના દિલીપ બાબુભાઇ ભાંભોર (ઉ.૨૧) નામના આદિવાસી યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. દિલીપની પત્નિ મેઘાની દિવાળીની રજામાં વતન જવું હોઇ દિલીપે થોડા દિવસ પછી જવાનું કહેતાં બંને વચ્ચે ઝઘડો થતાં તેણે આ પગલું ભરી લીધાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા જાણ કરી હતી. (૧૪.૬)

(11:57 am IST)