Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા છાત્ર કરણસિંહ પર છરી-પાઇપથી હુમલો

રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં બનાવ : અમન તેના પિતા, માતા અને કાકાએ હુમલો કર્યો : યુવાન સારવારમાં

રાજકોટ, તા. પ :  રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડવા જતા છાત્ર પર ઘર પાસે રહેતા શખ્સ તેના પિતા, માતા અને કાકાએ છરી તથા પાઇપ વડે હુમલો કરતા યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી વિગત મુજબ લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતો કરણસિંહ વિજયસિંહ ઠાકોર (ઉ.વ.૧૮) રાત્રી ઘર પાસે થતી ગરબી પાસે ઉભો હતો ત્યારે ઘર પસો રહેતો અમન ગાળો બોલતો હોઇ, તેથી કરણસિંહે તેને ગાળો બોલવાની ના પાડતા  અમન સહિતે યુવાન પર છરી વડે હુમલો કરતા તેને હાથમાં ઇજા થઇ હતી ત્યારબાદ આજે સવારે કરણસિંહ ચાલીને ઘેર જતો હતો ત્યારે પાડોશી અમન તેની માતા-પિતા અને તેના કાકાએ આવી ઝઘડો કરી યુવાનને માથાના ભાગે પાઇપ ફટકારી દીધો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને યુવાનને બે ભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવાન જસાણી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા બેંકમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આ બનાવની જાણ થતા પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ વિમલેશભાઇએ તપાસ હાથ ધરી છે.

 

(4:33 pm IST)