Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

નાગર બહેનો માટે શનિવારે ઓપન ગુજરાત પ્રાચીન - અર્વાચીન રાસ ગરબા હરીફાઇ

નાગર યુવક મંડળ રાજકોટ અને વડનગરા નાગર બોર્ડીંગ ટ્રસ્‍ટનું આયોજન

રાજકોટ તા. ૫ : નાગર યુવક મંડળ અને અનંતજી વડનગરા નાગર બોર્ડીંગ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા નવરાત્રીમાં ‘શક્‍તિ પર્વ'નું આયોજન થયુ છે. આ નવરાત્રી મહોત્‍સવના ભાગરૂપે તા. ૮ ના શનિવારે નાગર બહેનો માટે ઓપન ગુજરાત પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા હરીફાઇનું આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ હરીફાઇમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, ભાવનગર, વડોદરા, સુરત એમ વિવિધ શહેરોમાંથી નાગર બહેનો ભાગ લેશે. રાસ ગરબાની વૈવિધ્‍યસભર પ્રસ્‍તુતી થશે. પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને શ્રેણીમાં ત્રણ ત્રણ વિજેતા ટીમોને પુરસ્‍કાર અને ઇનામોથી સન્‍માનવામાં આવશે.

૩૦×૩૦ ફુટના સ્‍ટેજ પર ૧૦ હજાર વોટની સાઉન્‍ડ સીસ્‍ટમ સાથે ૧ હજારથી વધુ પ્રેક્ષકોને સમાવી શકાય તેવી બેઠક વ્‍યવસ્‍થા ખુરશીઓ સાથે ગોઠવવામાં આવી છે. નિર્ણાયક તરીકે તટસ્‍થ અને નિષ્‍ણાંતોને નિમંત્રિત કરાયા છે.

કાર્યક્રમને નિહાળવાના નિઃશુલ્‍ક પાસનું વિતરણ અનંતાજી વડનગરા નાગર બોર્ડીંગ, ટાગોર રોડ, રાજકોટ ખાતે દરરોજ સવારે ૧૦ થી ૧૨ અને સાંજે પ થી ૭ થઇ રહ્યુ છે. વિશેષ માહીતી માટે મો.૯૮૨૫૧ ૯૫૯૦૦ અથવા મો.૯૮૭૯૪ ૧૭૪૨૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ ઓજસ માંકડ (ગ્‍લોરીયસ કોલેજ)ની આગેવાની હેઠળ મંત્રી વિપુલ પોટા (બચત સલાહકાર), ઉપપ્રમુખ હિરેન આચાર્ય (એલઆઇસી ડેવલોપમેન્‍ટ ઓફીસર), સહમંત્રી કિરણભાઇ બુચ (વહીવટી અધિકારી એલ.આઇ.સી.), ખજાનચી મિત મહેતા (કિશોર ડાય ઓ ફોર્મ), પુસ્‍તકાલય મંત્રી આશીષ નાણાવટી (વહીવટી અધિકારી નેશનલ હાઇવે), કારોબારી સભ્‍યો અનીશ કચ્‍છી (બ્રાન્‍ચ હેડ બજાજ આલીયાન્‍ઝ લાઇફ ઇન્‍શ્‍યોરન્‍સ), પ્રશાંત માંકડ (હેલ્‍થ કેર), કેયુર મંકોડી (માઇક્રો એકસેસ) તેમજ મહિલા સદસ્‍યો હિતેક્ષા બુચ, અનુજા મહેતા તેમજ નામી અનામી નાગર કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગત વર્ણવતા નાગર યુવક મંડળ અને બોર્ડીંગ ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે.

(4:21 pm IST)