Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વિજય પ્‍લોટમાં મિત્રની ઓફિસમાં કિશોર રૂપારેલ જુગાર રમાડતો'તોઃ નવ પકડાયા

એ-ડીવીઝન પોલીસના હેડ કોન્‍સ. કરણભાઇ વિરસોડીયા અને કોન્‍સ. હરવિજયસિંહ ગોહિલની બાતમી : ૨૨ હજારની મતા કબ્‍જે

રાજકોટ,તા. ૫ : વિજય પ્‍લોટમાં બરફમાં કારખાના સામે આવેલી ઓફીસમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા એ-ડીવીઝન પોલીસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્‍સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ વિજય પ્‍લોટ શેરી નં. ૪માં એક ઓફીસમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાનછ એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. કરણભાઇ વિરસોડીયા અને કોન્‍સ. હરવિજયસિંહ ગોહિલને વિજય પ્‍લોટ શેરી નં. ૪માં બરફના કારખાના સામે મિત્ર મહિપતસિંહ ગંભીરસિંહ વાઘેલાની ઓફીસમાં કિશોર મણીલાલભાઇ રૂપારેલ જુગાર રમાડતો હોવાની બાતમી મળતા વિજય પ્‍લોટ શેરી નં. ૪મા૦ આવેલ ઓફીસમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કિશોર મણીલાલભાઇ રૂપારેલ (રહે. લક્ષ્મીવાડી બ્‍લોક નં. ૮) તથા ગાંધીગ્રામ લાખના બંગલાની સામે અક્ષયનગર મેઇન રોડપ પરના મનસુખ કાનજીભાઇ કેબોડીયા કણકોટ પાસે ઉપવનપાર્ક બ્‍લોક નં. ૩૪૭ના ભાવેસગીરી હરીગીરી ગૌસ્‍વામી, લક્ષ્મીવાડી કવાર્ટર નં. ૫૧ બ્‍લોક નં. ૭ના અજય મગનભાઇ રાઠોડ, રૈયા રોડ નિવેદીતાનગર શેરી નં. ૩ના તેજસ બળવંતરાય ઠાકર, ગાંધીગ્રામ લાખના બંગલા પાસે સત્‍યનારાયણનગરમાં દિલીપ મગનલાલ ધાબલીયા, જંગલેશ્વર પાસે નિલકંઠ પાર્ક શેરી નં. ૧ના પરવેઝ આરીફભાઇ ગલેરીયા કાલાવડ રોડ પ્રેમ મંદિર પાછળ સદગુરૂનગરમાં રહેતા મયુરસિંહ દીપકસિંહ જાડેજા તથા ગાંધીગ્રામ લાખના બંગલા સામે અક્ષરનગર મેઇન રોડ પર રહેતા ધર્મેન્‍દ્ર વિનોદભાઇ રાઠોડને પકડી લઇ રૂા. ૨૨,૩૦૦ની રોકડની સહિતની મત્તા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.એન.વાઘેલા, હેડ કોન્‍સ. કરણભાઇ વીરસોડીયા, કોન્‍સ. હરવિજયસિંહ ગોહિલ તથા સાગરદાનભાઇ ગઢવી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

(4:11 pm IST)