Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

શુક્રવારે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિજનો માટે રાસોત્સવ

વિરાણીના મેદાનમાં જબરૃ આયોજનઃ લાખેણા ઇનામોની વણઝાર, ૧૦ વર્ષથી નીચેના તમામ ખેલૈયાઓને પ્રોત્સાહીત ઇનામ અપાશેઃ નરેન્દ્રભાઇ સોલંકી

રાજકોટઃ નવરાત્રી મહોત્સવના પાવન પ્રસંગ ઉજવવા માટે તેમજ માં ભગવતીની આરાધના કરવા માટે સમગ્ર જ્ઞાતિજનો માટે શ્રી ગુ. ક્ષ. કડિયા જ્ઞાતિ નવરાત્રી મહોત્સવ-ર૦રર નું આયોજન તા. ૦૭-૧૦ શુક્રવારે સાંજે ૬-૩૦ થી વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, ટાગોર રોડ, ખાતે યોજવામાં આવનાર છે.

આ નવરાત્રી મહોત્સવમાં વિશાળ અને આકર્ષક ગ્રાઉન્ડની સાથોસાથ મુંબઇના ખ્યાતનામ સીંગરો સાથેનું ખુબ જ વિશાળ ઓરકેસ્ટ્રા તેમજ અદ્યતન સાઉન્ડ સીસ્ટમ તેમજ આકર્ષીત લાઇટીંગ, વિશાળ સ્ટેજ, ચુસ્ત સીકયુરીટી તેમજ નિષ્પક્ષ નિર્ણાયકો દ્વારા પ્રિન્સ-પ્રિન્સેસની યોગ્ય પસંદગીઓ કરવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવ ફકત અને ફકત સમગ્ર કડિયા જ્ઞાતિના લોકો માટે જ છે. જેમાં ફકત અને ફકત સમગ્ર કડિયા જ્ઞાતિના ભાઇઓ, બહેનો, વડીલો, માતાઓ, યુવાઓને જ પ્રવછેશ આપવામાં આવશે અને તમામ ખેલૈયાઓએ નવરાત્રી રમવા માટે ટ્રેડીશનલ ડ્રેસ પહેરવો ફરજીયાત રહેશે. ટ્રેડીશનલ ડ્રેસ વગર કોઇપણ ખેલૈયા ભાઇઓ-બહેનોને રમવા માટેના ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહિં જેની દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી. સાંજે ૬-૩૦ કલાકેમાં ભગવતીની પ્રાર્થનાથી થશે અને પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે દરેક ખેલૈયાઓએ શરૃઆતથી એટલે કે સાંજે ૭ કલાક પહેલા ગ્રાઉન્ડ ઉપર પહોંચવું ફરજીયાત રહેશે ત્યારબાદ આવનાર કોઇપણ ખેલૈયાઓ ઇનામને પાત્ર રહેશે નહીં અને યફકત તેઓને રમવાનું જ રહેશે. કોઇપણ પ્રકારના ઇનામો તેઓને આપવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે. આ રાસોત્સવમાં ખેલૈયાઓને અલગ અલગ કેટેગરીમાં સોના-ચાંદીના તેમજ ઇલેકટ્રીક આઇટમના લાખેણાં ઇનામોની વણઝાર આપવામાં આવશે.

આ મહોત્સવ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રજકોટના નેજા હેઠળ શ્રી શ્યામ વાડી ટ્રસ્ટ રાજકોટ વિદ્યાથી મંડળ સમીતી રાજકોટ વિદ્યાર્થી બોર્ડીગ સમીતી રાજકોટ રમત ગમત અને સાંસ્કૃતિક સમીતી તેમજ જ્ઞાતિમાં ચાલતા દરેક મંડળો અને સમીતીઓ દ્વારા ફકત અને ફકત સમગ્ર  કડીયા સમાજના દીકરા-દીકરીઓ, માતા-બહેનો માટે સંપુર્ણ પારીવારીક માહોલમાં અને માત્ર કડીયા સમાજના લોકો માટે સંપુર્ણ સુરક્ષીત નોમીનલ ચાર્જમાં આવનાર હોવાનું યાદીમાં જણાવાયું છે.

ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતી સમસ્ત દરેક જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં રાસોત્સવનો લાભ લેવા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૃશ્રી જીવરાજબાપુ દ્વારા અપીલ કરાઇ છે.

તસ્વીરમાં હસમુખભાઇ ચોટલીયા, નરેન્દ્રભાઇ રાઠોડ, વિરેનભાઇ કાચા, આનંદભાઇ જાવીયા, રાજુભાઇ કાચા, રશ્મીનભાઇ કાચા, સંજયભાઇ ગાંગાણી, હિતેશભાઇ રાઠોડ પરેશભાઇ રાઠોડ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)