Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ખેલૈયા સાથે મન મુકીને ગરબે ઘૂમતા નેશનલ ખેલાડીઓ

રાજકોટ : ગુજરાતમાં યોજાયેલ ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ચાલી રહી છે. જુદાજુદા રાજ્યોની ટીમો રાજકોટનાં આંગણે મહેમાન બની છે અને હાલ નવરાત્રી પણ ચાલી રહી છે ત્યારે નેશનલ ગેમ્સ-૨૦૨૨નાં ખેલાડીઓએ ગઈકાલ તા. ૦૩-૧૦-૨૦૨૨નાં રોજ શહેરના ચાલતી પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીની મુલાકાત કરી હતી સાથોસાથ ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે ધુમ્યા હતા. મેયર  ડૉ. પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર સાથે નેશનલ ગેમ્સ - ૨૦૨૨નાં ખેલાડીઓ ગરબીની મુલાકાત કરી હતી.

(4:00 pm IST)