Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

પરમાર્થ યુવા ગૃપ દ્વારા લ્હાણી વિતરણ

રાજકોટ   શહેરના પરમાર્થ યુવા ગ્રુપ સેવાકીય–સામાજિક સંસ્થા દ્વારા સ્વ. હરિભાઈ ઘવા રોડ પરના નવનિત હોલ પાસે આયોજીત  ગરબીની બાળાઓને જમણવારનું આયોજન અને ચાર હજાર થી વધુ આકર્ષક લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ  કમલેશભાઈ મિરાણી, ચેરમેન સ્ટેીંગ કમીટી પુષ્કરભાઇ પટેલ, પૂર્વ સ્ટેીંગ ચેરમેન કશ્યપભાઈ શુકલ, વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા સહીત આગેવાનોના હસ્તે બાળાઓને લાણી આપી હતી.  વધુમાં સંતો સર્વ મોહન ભાનુભાઈ ભગત, રણુજાના મહંત રઘુનંદ બાપુ, મહંત દાદા હનુમાન (આજીડેમ), બિલખાના મહંત, આજીડેમના પર્વત બાપુ, માનવ ઉઠાન સમિતિ આશ્રમના બહેનો, ઓમ શાંતિના બહેનજીઓ ઉપસ્થિત રહ્યા. આ સમગ્ર આયોજન પરમાર્થ યુવા ગ્રુપના પ્રણેતા શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ ઘવા, યુવા કાર્યકર કરણભાઈ ઘવા, દેવાંગભાઈ ઘવા, પૂર્વ વોર્ડ.૧૭ પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વોર્ડનં.૧૭ પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, શહેર બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ ચંદુભાઈ ગરનારા, શહેર બક્ષીપંચ મોરચો મંત્રી અજયભાઈ જાદવ, ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, દિનેશભાઈ ગોંડલીયા, ઇન્દુભા જાડેજા, સંદીપભાઈ પરમાર, રમેશભાઈ રામાણી, વિજયભાઈ સાંગાણી, ઉપપ્રમુખ યુવા શહેર જયપાલભાઈ ચાવડા, દિનેશભાઈ ભીમાણી, રામભાઈ ચાવડા, રેખાબેન કાચા, હરિભાઈ મસાણી, ચંપાબેન બાલાસરા, હિરેનભાઈ ગોસ્વામી, સુરૃભા ઝાલા, દિલીપભાઈ તરવૈયા, અશોકભાઈ, ગીતાબેન પરમાર,  મહામંત્રી નીલમબેન ગોસ્વામી, રશીલાબેન પાંભર, જયોતીબેન હરસોડા, હર્શીતાબેન ગુજરાતી,  જગદીશભાઈ વાઘેલા, ડૉ.રીંકલબેન મેઘાણી, હરેશભાઈ પાઘડા, સંદીપભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)