Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મનપાને આવાસોના હપ્‍તા પેટે ગઇકાલે ૧.૪૦ કરોડ મળ્‍યાઃ છેલ્લા ૬ માસમાં ૮પ કરોડ જમા થયા

મહાનગરપાલીકાની તિજોરીમાં આવક થઇ

રાજકોટ તા. પ : મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧ હજારથી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના બીએસયુપી-૧,ર,૩ રાજીવ આવાસ યોજના, ગુરૂજીનગર, ધરમનગર, ૩૦૧ર, હુડકો વામ્‍બે અને સફાઇ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આવાસ યોજના વિભાગ દ્વારા તા.૪ ના રોજ એકજ દિવસમાં ૧.૪૦ કરોડની આવક કરેલ છે.

આ ઉપરાંત આવાસ યોજના વિભાગ દ્વારા તા.૧/૯ થી ૩૧/૯ સુધીમાં રૂ. ૧૪.૯પ કરોડની આવક આવાસના હપ્‍તા પેટે કરવામાં આવેલ જયારે તા.૧ એપ્રિલથી તા.૩૧ સપ્‍ટેમ્‍બર સુધીમાં રૂ.૮૪,૯૦ કરોડની આવક આવાસના હપ્‍તા પેટે કરવામાં આવેલ.

(3:50 pm IST)