Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

મીઠાઇ ખાવ અને મીઠા બનો દશેરાએ જલેબી, ગાંઠીયા, બરફીની ધુમ ખરીદી

રાજકોટ : મીઠાઇનો ગુણ આપણામાં આવી જાય તો કેવું સારૃ! આજે વિજયા દશમી એટલે કે દશેરાના પર્વે રાજકોટની મીઠાઇ બજારો ગ્રાહકોની ભીડથી ધમધમી ઉઠી હતી. આશુરી શકિત પર દૈવી શકિતના વિજયના પર્વ દશેરાની ઉજવણી મીઠાઇ ખાઇને કરવામા આવે છે. એ મુજબ આજે જલેબી, ગાંઠીયા, સાટા, બરફી, થાબડી, ઘારી સહીતની મીઠાઇની મીજબાની બોલી હતી. ગરમા ગરમ જલેબી અને ફાફડાના શોખીનોએ તો સવારમાં જ કતારો લગાવી દીધી હતી. તસ્વીરમાં દશેરા નિમિતે મીઠાઇનો દુકાની પર જામેલી રોનક નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:49 pm IST)