Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ઇદે મીલાદના જૂલૂસ અંગે કાલે રાત્રે બેઠક

અગ્રણીઓ, ઇમામો, સાદાતો, ટ્રસ્‍ટીઓ, કમિટીઓ, ગ્રુપોને હાજર રહેવા અપીલ

રાજકોટ તા. પ :.. રાજકોટ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઇસ્‍લામ ધર્મના મહાન અંતિમ પૈગંબર સાહેબની યાદમાં દર વર્ષે  શાનો સોકતથી સમસ્‍ત સુન્ની મુસ્‍લીમ સમાજ દ્વારા ઝૂલૂસનું આયોજન થતુ આવેલ છે.

પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના જેવી ભયંકર મહામારીને કારણે તમામ સામાજીક, રાજકીય અને ધાર્મિક મેળાવળા બંધ રાખેલ હોય, ઇદે મિલાદનું ઝૂલૂસ પણ મોકૂફ રાખવામાં આવેલ હતું.

હાલમાં આ મહામારી નહીવત હોવાને કારણે તમામ સામાજીક, રાજકીય અને ધાર્મિક મેળાવાળા, યાત્રાઓ અને પ્રોસેશનો થઇ રહેલ હોઇ, આ વર્ષે ‘ઇદે મિલાદ' ના ઝૂલૂસનું આયોજન કરવા માટે એક મિટીંગ રાબેતા મુજબ તા. ૬-૧૦-ર૦રર ને ગુરૂવારના રોજ રાત્રે ૯.૩૦ વાગ્‍યે હઝરત હશનશાહ પીર દરગાહના મેદાન જંગલેશ્વર વિસ્‍તારમાં રાખવામાં આવેલ છે.

આ મીટીંગમાં રાજકોટ શહેરના તમામ મુસ્‍લિમ અગ્રણીઓ, ઇમામો, પીરે તરીકત સૈયદ સાધતો તથા તમામ મુસ્‍લીમ ગ્રુપો, કમીટીઓ, ટ્રસ્‍ટી મંડોળોએ હાજર રહી આ મીટીંગમાં પોતાના સૂચનો રાબેતા મુજબ રજૂ કરવા ઇદે મીલાદ ઝૂલૂસ કમીટી દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. તેમ રહીમભાઇ સોરા, (પૂર્વ જનરલ સેક્રેટરી, ઇદે મિલાદ ઝૂલૂસ કમીટી), સૈયદ બરકતશાહબાપુ, (પૂર્વ પ્રમુખ, ઇદે મિલાદ ઝૂલૂસ કમીટી), સૈયદ સિકંદરબાપુ (પૂર્વ પ્રમુખ, ઇદે મિલાદ ઝૂલૂસ કમીટી), હબીબભાઇ કટારીયા, (મુસ્‍લીમ અગ્રણી) અને ડો. મુસ્‍તાકબાપુ કાદરી (સાદાત જમાત અગ્રણી) એ સંયુકત  યાદીમાં જણાવેલ છે.

(3:45 pm IST)