Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રાજકોટમાં ચાલુ વરસાદે ડામરકામ ! કેવડાવાડી મેઇનરોડનો વિડિઓ વાયરલ

લોકોના ટેક્સના પૈસાનું મનપા બગાડ કરતી હોવાનો આરોપ

રાજકોટમાં પણ ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ હોવાનો વીડીયો વાયરલ થયો છે સોશ્યલ મીડિયામાં વાયરલ વિડિઓમાં  રાજકોટના કેવડાવાડી મેઈન રોડ પર ગરબી ચોક પાસે વરસતા વરસાદમાં રોડ પર ડામર પાથરવાનું કામ ચાલી રહ્યું હતુ.

 આ વાયરલ વિડીઓમાં લોકો 'વિકાસ ' ના નામે સરકારી તંત્રની મજાક ઉડાવી રહ્યાં છે જોકે ચાલુ વરસાદે ડામરકામ કોઈપણ પ્રકારના શ્રોભ વગર થઇ રહ્યાંનું વિડીઓમાં જણાય છે લોકોના ટેક્સના પૈસાનું મનપા બગાડ કરતી હોવાનો આરોપ લાગ્યો છે. અહી રાજકોટ મનપાનું મિસ મેનેજમેન્ટ દેખાઇ આવ્યું હતુ.

 
(8:42 pm IST)