Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

રાજકોટના વેપારીઓને ૭.૩૦ કરોડનો લાભ

મ્યુ.કોર્પોરેશનને વ્યવસાય વેરા વ્યાજ માફી યોજનામાં રૂ.૧૩ કરોડની આવક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વેપારીઓ પાસેથી વર્ષ-૨૦૦૬થી વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ છે. રાજય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં વ્યાજમાફી યોજના મંજુર થયેલ જે  અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને તા.૨૪ થી તા.૩૦ દરમ્યાન રૂ.૧૨.૯૯ કરોડની આવક થયેલ છે અને રૂ.૭.૩૦ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યુ છે. તેમ મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડની યાદીમાં જણાવ્યુ હતુ.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં  વ્યવસાય વેરા માટે રૂ.૨૩ કરોડનો લક્ષાંક રાખવામાં આવેલ છે. ચાલુ વર્ષે શહેરના વેપારીઓ વ્યવસાય વેરાની મુદલ રકમ સાથે આવેલ વ્યાજ માફી યોજના આપવા રજૂઆત કરવામાં આવેલ. જેના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ. જેના અનુસંધાને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના આપવાનું મંજુર કરવામાં આવેલ.

શહેરનાં કુલ ૮૧૩૬ વ્યવસાયીકોએ આ યોજનાનો લાભ લીધો છે.જેમાં કુલ ૬.૮૯ કરોડનો લાભ આપવામાં આવ્યા છે. મ્યુ.કોર્પોરેશનનાં વેરા શાખાનાં ચોપડે આ વર્ષે કુલ ૭૧૨૦ નવા રજીસ્ટ્રેશન થયા છે.વ્યવસાય વેરાની આવકમાં તંત્રને ગત વર્ષ કરતા આ વર્ષે રૂ.૯.૭૨ કરોડની આવક વધુ થવા પામી છે.

(3:42 pm IST)