Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

'મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રણછોડજી'

રઘુવંશી પરિવાર રાસોત્સવમાં ખેલૈયાઓની જમાવટ

રાજકોટઃ રઘુવંશી પરિવાર રાસોત્સવમાં છઠ્ઠા નોરતે રઘુવંશી ખેલૈયાઓએ ઘાઘરો, ચોલી, પતિયાલા, કેડિયું, ચોરણી અને પરંપરાગત પોષાક પહેરીને આવ્યા હતા ને મનભરીને રાસોત્સવ રમ્યા હતા.

ગઈકાલે મુખ્ય અતિથિ તરીકે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસીબી ક્રાઈમ બ્રાંચ જયદિપસિંહ સરવૈયા, ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઈ ઉનડકટ જલારામ હોસ્પિટલના ટ્રસ્ટી અને રઘુવંશી અગ્રણી શૈલેષભાઈ પાબારી, આર.ડી.ગ્રુપના ચેરમેન રાકેશભાઈ પોપટ, રઘુવંશી અગ્રણી ગોવર્ધન ગૌશાળાના કિશોરભાઈ જસાણી, કમલેશભાઈ લાલ, રાજકોટના ડિસ્ટ્રીકટ જજ બી.ડી.ઠકકર, માર્કેટિંગ યાર્ડના નરેન્દ્રભાઈ પોપટ (બાલાભાઈ), શિવસેના રાજકોટ શહેર પ્રમુખ જીમ્મી અડવાણી સહપરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. છઠ્ઠા નોરતે પ્રથમ પ્રિન્સ તરીકે કેવીન ભીમાણી, બીજા નંબરે ગૌરવ સૌમેયા અને ત્રીજા નંબર પર દર્શિત અનડકટ જયારે પ્રથમ પ્રિન્સેસ તરીકે ધ્રુવી વિઠલાણી, બીજા ક્રમે મિલોની કોટક અને ત્રીજા નંબર પર જીંકલે મેદાન માર્યું હતું.

ભરત મહેતાનું મેડ મ્યુઝિક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમજ એન્કર લવલિ ઠકકરે સુમધુર સ્વર સથવારે ખેલૈયાઓને તન, મનથી થીરકાવ્યા હતા.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૂપમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબિયા, વિપુલ મણિયાર, ડો.હાર્દિપ રૂપારેલ, હિરેન કારીયા, કીર્તિ શીંગાળા, મનોજ ચતવાણી, મયુર અનડકટ, પ્રકાશ ગણાત્રા, દીપ વિઠલાણી તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમિટિ સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન વિઠલાણી, કૃપાલ ચોલેરા, કેજશ વિઠલાણી, જલ્પેશ દક્ષિણી, પાર્થ જોબનપુત્રા, દર્શન કકકડ, મહેક માનસાતા, કેવલ વસંત, રવિ માણેક, રોનક સેજપાલ, પાર્થ કોટક, હિમાંશુ કારીયા, હેમાંગ તન્ના, મહેશ કકકડ, મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાની કસહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:41 pm IST)