Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ત્રિકોણબાગ ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં એકજ દિ'માં ૧૧ લાખની ખાદીનું વેચાણ

રાજકોટ : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ અંતર્ગત ખાદી ઉપર ર૦ ટકા વળતર જાહેર કરાતા ખાદી ભવન-ત્રિકોણબાગ ખાતે એકજ દિવસનું ખાદીનું ૯.પ૦ લાખ તથા ગ્રામોદ્યોગ-હેન્ડીક્રાફટનું ૧.પ૦ મળીને કુલ ૧૧ લાખનું વેચાણ એકજ દિવસમાં થયેલ છે. વસ્ત્રો, કાપડ વગેરે ખરીદવા લોકો ઉમટી પડયા હતા. યુવાનોએ રેડીમેઇડ તૈયાર કપડાની રૂ. પ લાખની ખરીદી કરેલ. જેમાં ડ્રેસ ડિઝાઇનરે તૈયાર કરેલ કૃર્તા, કુતિ, કોટી, બંડી, ટીશર્ટ, શર્ટ, તૈયાર પેન્ટની ખૂબજ વિશેષ પ્રમાણમાં ખરીદી કરી હતી. જેમાં ૧.પ૦ લાખ જેવા તો યુવાનોના પ્રિય મોદી કુર્તાની ખરીદી કરેલ. ૧.પ૦ લાખ જેવા તો હાથરૂમાલનું વેચાણ થયેલ. બાકી કુર્તા, કૃર્તિ, ટી-શર્ટ-લેંઘા ઝભ્ભા, સુરવાલ, શર્ટ-પેન્ટની ખરીદી ૩ લાખની મળી કુલ પ લાખનું રેડીમેઇડનું વેચાણ થયેલ. મીટરમેળ કાપડમાં ડેનીમ ખાદીનું વેચાણ ખૂબ થયેલ. કાપડનું વેચાણ પણ ૩ લાખનું થયેલ. જયારે આસન-શેત્રંજી, બેડસીટ વગેરેનું વેચાણ ૧.પ૦ લાખનું મળી કુલ ૯.પ૦ લાખ ખાદીનું વેચાણ એકજ દિવસમાં થયેલ છે. ખાદી ઇકોફ્રેન્ડલી ખાદી હોય લોકોના કેઝ ખાદી ખરીદીમાં દિવસ દિવસે વધી જાય છે.  ગ્રામોદ્યોગ-હેન્ડીક્રાફટનું વેચાણ પણ ૧ દિવસમાં ૧.પ૦ લાખનું મળી કુલ એકજ દિવસમાં ૧૧ લાખનું વેચાણ થયેલ.  ઉલ્લેખનીય છે કે સા.ૈર.સમિતિ સંચાલિત ખાદી ગ્રામોદ્યોગ ભવન -ત્રિકોણ બાગ ખાતે છેલ્લા ૬પ વર્ષથી કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)