Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પેડક રોડ પ્રજાપતિ સોસાયટીના પાંચ મંદિરના ગ્રાઉન્ડમાં યોજાતી બાહુબલી ગરબીઃ ૧૫૦ બાળાઓ લઇ રહી છે ભાગ

રાજકોટઃ પેડક રોડ પર પ્રજાપતિ નગર સોસાયટીમાં આવેલા પાંચ મંદિરના ગ્રાઉન્ડમાં છેલ્લા ચાલીસ વર્ષથી ગરબીનું આયોજન થાય છે. આ વર્ષે આ ગરબીમાં ૧૫૦ બાળા ભાગ લઇ દરરોજ દર્શનીય રાસ રજુ કરી રહી છે. આયોજકો-કાર્યકરો અને ગાયકવૃંદ તથા સાજીંદાઓમાં પરેશભાઇ જે. રાઠોડ (નિવૃત શિક્ષક), અશોકભાઇ રૈયાણી, બાબુભાઇ સોલંકી, વલ્લભભાઇ સોરઠીયા, અમિતભાઇ દલ, શંકરભાઇ કંસારા, યોગેશભાઇ અજમેરીયા, શૈલેષભાઇ, અમિત રૈયાણી, જીતુ પી. રૈયાણી, કેજશ રાણપરા, વિપુલ સંચાણીયા, પ્રશાંત મેંદપરા, મહેશ જાદવ, હર્ષદ નળીયાપરા, શોભનાબેન નશીત, ભારતીબેન અમીપરા, મીનાબેન મણિયાર, પારૂલબેન કાપડીયા, જીગર કારીયા, નિલેષ માનસતા ગરબીના આયોજનમાં સતત સક્રિય રહે છે. બાળાઓને દરરોજ લ્હાણી, પ્રસાદી અપાય છે. મણીયારો રાસ, મહાકાળી મા અને મેલડી માનો રાસ, ટીપ્પણી રાસ, તાલી રાસ, ટીટોડા રાસમાં બાળાઓ જમાવટ કરે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:02 pm IST)