Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મંગળવારે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન

કાઠી ક્ષત્રિય સમાજનું સૌથી મોટુ પર્વ એટલે વિજયાદશમીઃ સાફા સહિત પરંપરાગત વસ્ત્રો સાથે કરાશે શસ્ત્ર પૂજનઃ દાયકાઓથી થતું આયોજન

રાજકોટ,તા.૫: નવલા નોરતા હવે અંતિમ  ચરણમાં છે. આજે સાતમું અને સોમવારે નવમું નોરતું છે. ત્યારે વિજયા દશમીએ દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવશે. મહાનુભવોની ઉપસ્થિતિમાં ધાર્મિકવિધી મુજબ કાર્યક્રમ યોજાશે.

શહેરના પુષ્કરધામ મેઈન રોડ ઉપર પુસ્કરધામ સોસાયટીની સામે આવેલ કાઠી ક્ષત્રિય વિદ્યાર્થી ભવન ખાતે તા.૮ના દશેરા  (વિજયાદશમી)ના શુભદિને સવારે ૯ વાગ્યાથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે.

કાઠી ક્ષત્રિય સમાજના ભાઈઓ સાફાથી સજજ પરંપરાગત વસ્ત્રો સાથે શસ્ત્રપૂજન કરશે. સમસ્ત જ્ઞાતિજનોને શસ્ત્રો સાથે લાવવા વિનંતી કરાઈ છે. ઉલ્લેખનિય છે કે કાઠી સમાજના આગેવાનો દ્વારા રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો સર્વશ્રી અનિરૂધ્ધભાઈ ધાધલ મો.૯૭૨૩૭ ૦૦૧૨૩, વિશાલભાઈ ડાવેરા મો.૯૧૨૦૭ ૧૧૧૧૧, સત્યેન્દ્રભાઈ ખાચર મો.૯૮૨૪૪ ૨૦૨૦૬, શિવરાજભાઈ ખાચર મો.૯૪૨૬૨ ૪૯૯૯૯, ચંદ્રેશભાઈ ડાવેરા, ભરતભાઈ વાળા, જયપાલભાઈ વાળા, જયપાલભાઈ બસીયા અને ભગીરથભાઈ જેબલીયા જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઉ વિક્રમ ડાભી)

(11:52 am IST)