Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

થોરાળાની હાઉસીંગ સોસાયટીમાં દારૂની ર૧૬ બોટલ ભરેલી કાર જપ્તઃ જીતેન્દ્ર ઉર્ફે દાતારાની શોધ

ગાંધીગ્રામ અને ભાવનગર રોડ પરથી દારૂની ચાર બોટલ સાથે ચાર પકડાયા

રાજકોટ તા. પ : થોરાળા વિસ્તારમાં શ્રીશકિત કો.ઓપરેટીવ સોસાયટીમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ર૧૬ બોટલ ભરેલી કાર જપ્ત કરી હતી. ત્યારે જીતેન્દ્ર ઉર્ફે દાતારો નાશી જતા તેની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઇએસ.એન.ગડુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી.જાદવ, એએસઆઇ બી.જે.જાડેજા, હેડ કોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, કનુભાઇ ધેડ તથા નરસંગભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ભુપતભાઇ તથા કનુભાઇને મળેલી બાતમીના આધારે થોરાળાના શ્રીનાથજી રીફાઇનરીની સામે શકિત કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી શેરી નં. ૬માં દરોડો પાડી જી.જે.ર, આર.૯૧ર૯ નંબરની સફેદ કલરની ટોયોટા કોરોલા કારમાંથી દારૂની રર૧૬ બોટલ કિંમત રૂ.૭૮૦૦૦ ની મળી આવતા પોલીસે કાર સહિત રૂ.ર,૭૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને કાર ચાલક ચુનારાવાડ શેરી નં. ૪ નો જીતેન્દ્ર ઉર્ફે દાતારો નાશી જતા તેની શોધખોળ આદરી છે.

જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે મથકના હેડ કોન્સ. રાહુલભાઇ તથા કિશોરભાઇ ધુધલ સહિતે બાતમીના આધારે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસે દરોડો પાડી સાગર મનસુખભાઇ જીંજુવાડીયા (ઉ.ર૬) (રહે. રૈયા રોડ શિવપરા શેરી નં. ૧)ને દારૂની બે બોટલ સાથે અને રૈયા રોડ હનુમાનમઢી ચોક નજીક છોટુનગર કોમ્યુનીટી હોલ પાસેથી વિશાલ દિનેશભાઇ સોલંકી (ઉ.રર) (રહે. રૈયા રોડ શિવપરા શેરી નં.૧)ને દારૂની એક બોટલ સાથે પકડી લીધા હતા જયારે ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં. ૪માંથી જગદીશ ઉર્ફે જીલો કરશનભાઇ રાઠોડ (ઉ.૩૦)ને દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.(૬.૧૪)

(4:36 pm IST)