Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

'માં ના સથવારે': બાલભવન મેદાનમાં શનીવારે રાસોત્સવ

મહિલા મિલન કલબ દ્વારા બાળકો, બહેનો માટે પારિવારિક આયોજનઃ વય જુથમાં સ્પર્ધાઓ

રાજકોટ, તા., ૫: મહિલા મિલન કલબ દ્વારા નવરાત્રી નિમિતે માં ના સથવારે-ર૦૧૮ રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

માં જગદંબાની આરાધનાર્થે તા.ર૦ના શનીવારે બાલભવનના નરભેરામ ગ્રાઉન્ડના પટાંગણમાં સાંજના ૪.૩૦ કલાકે પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલ દાતાશ્રીઓ, મહાજનના હોદેદારો, બાલભવનના હોદેદારો સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં માં જગદંબાની મહાઆરતી કરી રાસોત્સવને ખુલ્લો મુકવામાં આવશે.

બાળકો અને બહેનો માટે દાંડીયા રાસનું પારીવારીક આયોજન કરવામાં આવેલ છે. જેમાં જુદી જુદી વયજુથના ગૃપમાં સ્પર્ધા રાખવામાં આવેલ છે.

વય જુથમાં પ થી ૧પ વર્ષ સુધીની ઉંમરના કોઇ પણ બાળકો તથા ૧૬ થી ૭૦ વર્ષ સુધીની ઉંમરના તમામ રાજકોટમાં વસતા બહેનો-બાળકો ભાગ લઇ શકશે. તમામ ભાગ લેનાર બહેનોને સંસ્થા દ્વરા લાણી આપવામાં આવશે.

બેસ્ટ પરફોર્મન્સમાં બાળકોને પ્રિન્સ-પ્રિન્સેસ બિરૂદ તથા બેસ્ટ વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ બીરૂદ અપાશે. તેમજ દરેક ગૃપમાં બહેનોને પણ પ્રિન્સેસને આકર્ષક ઇનામ અર્પણ કરવામાં આવશે. રાસોત્સવનું પાસ તથા લાણીનું વિતરણ લોહાણા મહાજનવાડી કાલાવડ રોડ ખાતે રોજ સવારના ૧૦ થી ૧ર તથા સાંજના ૪.૩૦ થી ૬.૩૦ વાગ્યા સુધી કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મિલન કલબના પ્રમુખ રીટાબેન કોટક ૯૪ર૭૪ ૩૮૧૧૭ ઉપપ્રમુખ રંજનબેન પોપટ મંત્રી ભાવનાબેન શિંગાળા જહેમત ઉઠાવી રહયા છે. તેમજ જયોતીબેન ગણાત્રા, લતાબેન રાયચુરા, જયોત્સનાબેન માણેક, મંજુબેન તન્ના, અનિતાબેન કેસરીયા, પલ્લવીબેન પોપટ, સ્મીતાબેન તન્ના, રેખાબેન રાયચુરા, અલ્કાબેન લાલ દક્ષાબેન વસાણી, રૂપાબેન ભીમજીયાણી, પ્રીતીબેન તન્ના વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (૪.૮)

(4:11 pm IST)