Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

નવ મહિના પહેલા જ પરણેલો મંગલ પાર્કનો અંકિત પટેલ ભેદી રીતે લાપતા

મંગળવારે બપોરે જમીને એકટીવા લઇને નીકળ્યા બાદ ગાયબઃ આકુળ વ્યાકુળ પરિવારજનો દ્વારા ઠેર ઠેર શોધખોળઃ પોલીસને જાણ કરાઇ

રાજકોટ તા. ૫: કોઠારીયા રણુજા મંદિર પાસે મંગલ પર્ક-૧માં રહેતો અંકિત કાંતિભાઇ દુધાત્રા (ઉ.૨૨) નામનો લેઉવા પટેલ યુવાન મંગળવારે બપોરે જમ્યા બાદ પોતાનું એકટીવા જીજે૩એફજી-૧૫૫૨ લઇને ઘરેથી નીકળ્યા બાદ લાપતા થતાં અને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

અંકિત એક બહેનથી મોટો છે અને નવ મહિના પહેલા જ તેના લગ્ન થયા છે. પત્નિનું નામ દિવ્યા છે. તે માલિયાસણમાં આવેલી કેપ્સ્યુલ બનાવવાની કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે તેને રજા હોઇ સવારે મોડો ઉઠ્યો હતો. એ પછી બપોરે પરિવારના બધા સભ્યો સાથે જમ્યો હતો અને ત્યારબાદ પર્સ અને મોબાઇલ ઘરે જ રાખી દઇ એકટીવા લઇ આો મારવા નીકળ્યા બાદ પરત ન આવતાં સ્વજનોએ ઠેર-ઠેર શોધખોળ કરી હતી. આજે પણ સ્વજનો ચોટીલા આસપાસ શોધખોળ માટે ગયા હતાં. પિતા કાંતિભાઇ સોપારી કાપવાનું કામ કરે છે. એકનો એક દિકરો ભેદી રીતે ગૂમ થઇ જતાં પરિવારજનો આકુળ વ્યાકુળ થઇ ઠેર-ઠેર તેને શોધવા દોડી રહ્યા છે. આ અંગે આજીડેમ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસ તાકીદે આ મામલે ગંભીરતાથી તપાસ કરે તેવી પરિવારજનોની લાગણી અને માંગણી છે.

અંકિતનું એકટીવા પણ કયાંયથી મળ્યું નથી. તેને કોઇપણ તકલીફ નહિ હોવાનુ પરિવારજનો કહે છે. ત્યારે બાવીસ વર્ષનો આ યુવાન કયાં ગાયબ થઇ ગયો? તે અંગે રહસ્ય સર્જાયું છે. તસ્વીરમાં દેખાતો અંકિત કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૯૬૨૪૮ ૬૬૮૫૦ ઉપર જાણ કરવી. (૧૪.૧૨)

(4:10 pm IST)