Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ખોડલધામ વેસ્ટઝોન દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ

પારીવારીક માહોલમાં ૫૧૦૦થી વધુ ખેલૈયાઓ આધુનિક સિસ્ટમ્સ ઉપર રાસની રમઝટ બોલાવશેઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ અલાયદ

રાજકોટ,તા.૫: શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ આ વર્ષે પણ વેસ્ટઝોન સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું ઝાઝરમાન આયોજન કરાયું છે. પારીવારીક વાતાવરણમાં અને માં ખોડલના સાનીધ્યમાં આયોજીત રાસ મહોત્સવમાં જાણીતા કલાકારો અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયા ઝુંમી ઉઠશે. આ રાસોત્સવમાં પ્રથમવાર લેઉવા પટેલ સમાજના ભાઈઓ અને બહેનો ઉપરાંત સર્વ જ્ઞાતિની બહેનો પણ ગરબે ધૂમી શકશે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા મવડી બાયપાસ રોડ, સાંકરીયા બાલાજી ચોક, હરીદર્શન સ્કુલની બાજુમાં, સંસ્કાર સીટી સામે, મવડી, રાજકોટ ખાતે તા.૧૦ થી ૧૮ ઓકટોબર સુધી જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં પારીવારીક વાતાવરણમાં ૫૧૦૦ થી વધુ ખેલૈયાઓ મનમુકીને રમી શકે તે માટે અતિઆધુનિક જેબીએલની મ્યુઝીક સિસ્ટમ રાખવામાં આવી છે.

આ વર્ષે ગરબાના સ્પેશ્યિલ સીંગર કે જેમની દેશ- વિદેશમાં ખ્યાતિ છે તેવા રમેશ હિરપરા, સરસ્વતી હિરપરા અને એન્કર તરીકે ભાવિશા વ્યાસ રમઝટ બોલાવશે. ખેલૈયાઓને મ્યુઝીક અને રીધમ તરીકે રહીશ હાજી મન મુકી રમવા મજબુર કરશે. જેબીએલ વર્ટીકલ ૪૮૮૯- ૧૨૦૦૦૦ વોલ્ટની લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ રાખવામાં આવી છે. રાસ મહોત્સવનું લાઈવ ટેલીકાસ્ટ મેદાન પર નિહાળી શકાય તે માટે વિશાળ એલ.ઈ.ડી.સ્ક્રીનની  પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. નવરાત્રીના નવે- નવ દિવસ દરમ્યાન પ્રિન્સ અને પ્રિન્સેસને તેમજ વેલ ડ્રેસ તથા કિડસ માટે પણ ઈનામોની વણઝાર રાખવામાં આવી છે.ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવ દ્વારા વર્ષ ૨૦૧૬માં બેસ્ટ ઈવેન્ટ ઓફ ૨૦૧૬નો એવોર્ડ અને વર્ષ ૨૦૧૭માં લોંગેસ્ટ ગરબા ચેઈનનો વર્લ્ડ રેકોર્ડ કરી ઈન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું હતું. ફરી આ વર્ષે આવું જ આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રી મહોત્સવમાં પરીવારોને સુરક્ષાની સૌથી વધુ ચિંતા થતી હોય છે. ખોડલધામ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટીની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને સ્વયં સેવકોની ફોઝ મેદાનમાં તૈનાત રહેશે. આયોજન સમીતી દ્વારા વિશાળ પાર્કીંગ રાખવામાં આવ્યું છે જેથી કોઈ અગવડતા ન રહે.

વેસ્ટઝોન રાસ મહોત્સના પાસ મેળવવા માટે ખોડલધામ ટ્રસ્ટ શીવાલય કોમ્પલેક્ષ, રાજબેંકની બાજુમાં જીથરીયા હનુમાનની સામે, મવડી ચોકડી, રાજકોટ ખાતે (મો.૯૮૭૯૭ ૯૯૩૩૩) સંપર્ક કરવો. ખોડલધામ વેસ્ટ ઝોન સમિતિના જીતુભાઈ સોરઠીયા, જયેશભાઈ સોરઠિયા, હસમુખભાઈ લુણાગરીયા, ધીરજભાઈ મુંગરા, મનસુખભાઈ વેકરિયા, અનિલભાઈ ઠુંમર, રમેશભાઈ કાછડિયા, રાજુભાઈ કોયાણી, વિનુભાઈ સોરઠિયા, સુરેશભાઈ વેકરિયા, રમેશભાઈ સોરઠિયા, સંજયભાઈ સાકરિયા, જયેશભાઈ મેઘાણી સહિતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૬)

(4:08 pm IST)