Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રૂ.એક લાખ ૬૪ હજારનો ચેક પાછો ફરતા આરોપીને હાજર થવા ફરમાન

રાજકોટ તા.૫: અત્રેના ફરીયાદી મુકેશભાઇ અરવિંદભાઇ બારૈયા કે જેઓ ધરમનગર, બ્લોક નં.૨૭, કવાર્ટર નં.૮૦૦, રાજબેંકવાળી શેરી, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રહે છે. તેઓએ ઉષાકાન્તભાઇ દલસુખભાઇ ગોસાઇ, રહે. ''ગાયત્રી કૃપા'', દેશળનગર-૧, ૧, જ્ઞાનજીવન સોસાયટીની સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટવાળાની વિરૂધ્ધ રકમ રૂ.૧,૬૪,૦૦૦ની રકમનો ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ થતા કોર્ટે આરોપીને હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.આ બનાવની વિગત જોઇએ તો ફરીયાદી મુકેશભાઇ અરવિંદભાઇ બારૈયા તથા આરોપી ઉષાકાન્તભાઇ દલસુખભાઇ ગોસાઇ બન્ને વચ્ચે મિત્રતાનો સબંધ હોય અને તે સબંધના દાવે આરોપીને ફરીયાદી પાસેથી રૂ.૧,૬૪,૦૦૦ મિત્રતાના દાવે હાથ ઉછીના લીધેલ. સદરહુ ઉછીની રકમ ચુકવવા માટે આરોપીએ ફરીયાદી મુકેશભાઇ અરવિંદભાઇ બારૈયાને બેંક ઓફ બરોડા, રાજકોટ શાખાનો ચેક આપેલ. જે ચેક મુજબની લેણી રકમ મેળવવા ફરીયાદીએ પોતાના બેંકમાં નાખતા સદરહુ ચેકો ''ફંડસ ઇન્સફીસીયન્ટ'' ના શેરા સાથે પરત ફરેલ. તેની જાણ આરોપીને કરવા છતાં આરોપીએ રકમ ન ચુકવતા ફરીયાદીએ તેના એડવોકેટ મારફત આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવેલ હતી.

આરોપીએ ધી નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગૂન્હો આચરેલ હોય અને હાલમાં આવા બનાવો સમાજમાં ખૂબ બનતા હોય જે રજુઆતો ધ્યાને લઇ કોર્ટે આરોપીને હાજર થવાનો સમન્સ ઇસ્યુ કરવા હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોકત કામમાં ફરીયાદી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી અમિત એન. જનાણી, કિશન બી.વાલવા, સંદિપ જેઠવા રોકાયેલ હતા.(૧૭.૫૬)

(4:07 pm IST)