Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

પશ્ચિમ રાજકોટમાં ૨૦ બુથમાં જેન્ડર રેશીયોઃ પુરૂષ કરતા મહિલા મતદારોમાં ૫૦ ટકા ઘટઃ તંત્ર ચોંકયું

રૂખડીયા-કીટીપરા-રેલનગર સહિતના વિસ્તારોના આ બુથોમાં BLO ઘરે-ઘરે ખાસ તપાસ કરશેઃ ૧૦ દિ'માં અહેવાલ આપવા તાકિદઃ જેન્ડર રેશીયો સમકક્ષ કરાશેઃ સોમવારે મહત્વની બેઠક

રાજકોટ તા.૫: હાલ રાજકોટમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહયો છે. તાજેતરમાં એક સર્વે મુજબ ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ૨૦ જેટલા બુથોમાં ચોંકાવનારો જેન્ડર રેશીયો બહાર આવતા તંત્ર ચોંકી ઉઠયું છે.

૬૯-વિધાનસભાના આર.ઓ.ડે. કલેકટર શ્રી જેગોડા છે, તેમના એક નિર્દેશ મુજબ આ વિસ્તારના ૨૦ જેટલા બુથ એવા છે કે જેમાં જેન્ડર રેશીયોમાં પુરૂષ કરતા મહિલા મતદારોનું પ્રમાણમાં ૫૦ ટકાનો ઘટાડો છે, આવા બુથો રૂખડીયા-કીટીપરા-રેલનગર સહિતના ક્ષેત્રોમાં આવે છે. પરિણામે આ તમામ બુથો અલગ તારવી અને તેના બુથ લેવલ ઓફીસરોને ઘરે-ઘરે જઇ સર્વે કરવા અને મહિલા મતદારોનું પ્રમાણ કેમ ઓછું છે, અને આ ક્ષેત્રમાં જેન્ડર રેશીયો સમકક્ષ કરવા સુચના અપાઇ છે.આ બાબતે ડે.કલેકટરશ્રીએ ૧૦ દિ'માં અહેવાલ આપવા પણ તાકિદ કરી છે, અને આ સંદર્ભે શ્રી જેગોડાએ પોતાના મામલતદાર-બીએલઓની સોમવારે ખાસ બેઠક બોલાવી છે.(૧.૨૨)

(4:05 pm IST)