Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ર૧મીએ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બાય-બાય નવરાત્રી

ત્રણ હજારથી વધુ ખેલૈયાઓ ભાગ લેશેઃ બહેનો-માતાઓ માટે સુરક્ષાની ખાસ સુવિધાઃ લાખેણા ઇનામો અપાશેઃ કશ્યપભાઇ શુકલ-દર્શીતભાઇ જાની

રાજકોટ તા. પ :.. સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ર૧ ઓકટોબરના રોજ સાંજે ૬ વાગ્યાથી 'બાય-બાય નવરાત્રી' રાસોત્સવનું બાલભવન ખાતે આયોજન કરવામાં આવેલ છે. સમસ્ત બ્રહ્મસમાજના યુવક-યુવતીઓ રાસોત્સવનો આનંદ માણશે.

આ રાસોત્સવની વિગત આપતા સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના મોભી શ્રી કશ્યપભાઇ શુકલ તથા દર્શિતભાઇ જાની જણાવે છે કે સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો અને માતાઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આયોજન થયું છે.

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટના પ્રમુખશ્રી જનાર્દનભાઇ આચાર્ય એ જણાવ્યું કે આ આયોજનમાં જ્ઞાતિના તમામ તળગોળનો પુરતો સાથ અને સહકાર મળતો રહ્યો છે અને આ વર્ષે પણ તમામ તળગોળમાંથી વધુમાં વધુ સંખ્યામાં જ્ઞાતિજનો 'બાય-બાય નવરાત્રી' રાસોત્સવમાં ભાગ લેશે.

બાય-બાય નવરાત્રી રાસોત્સવમાં વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વગેરે જેવા બહોળી સંખ્યામાં ઇનામો આપી જ્ઞાતિજનોના કૌશલ્યને બિરદાવવામાં આવશે.

આ સમગ્ર આયોજન સ્ત્રી સશકિતકરણના ભાગરૂપ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ - રાજકોટની મહિલા પાંખ દ્વારા કરવામાં આવેલ છે. આ માટે મહિલા પાંખના નિલમબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ધાત્રીબેન ભટ્ટ, રીટાબેન લખલાણી, તૃપ્તીબેન વ્યાસ, ભાવનાબેન જોશી, રીટાબેન લખલાણી, તૃપ્તીબેન વ્યાસ, ભાવનાબેન જોશી, રીટાબેન જોશી, ધારાબેન ઠાકર વગેરે શોભનાબેન પંડયા, વૈશાલી શુકલની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

પાસ શ્રી બ્રાહ્મણ બોર્ડીંગ, રજપૂતપરા મેઇન રોડ, રાજકોટ ખાતેથી મેળવી શકાશે.

વધુ માહિતી માટે શ્રી જનાર્દનભાઇ આચાર્ય (૯૪૦૮૧ ૦ર૮૩૧) શ્રી દિપકભાઇ  પંડયા (૯૮રપર ૯૩૬પ૮), શ્રી કમલેશભાઇ ત્રિવેદી (૯૮ર૪ર ૯૧૭૭૭), નિલમબેન ભટ્ટ (૯૮ર૪ર ૮ર૮ર૪), ધાત્રીબેન ભટ્ટ (૯૯રપપ ૯૪૪૪૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૪)

 

(4:00 pm IST)