Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટમાં ૫૦ ઇલેકટ્રીક સીટી બસ દોડશે

BRTS રૂટ પર ૮ બસ દોડાવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કર્યાઃ પ્રથમ પ્રયત્નમાં કોઇ ફરકયું નહિઃ સમગ્ર શહેરમાં દોડાવવા વિચારણા

રાજકોટ, તા, ૫: કોર્પોરેશન દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર પ૦ ઇલેટ્રીક બસ દોડાવવાની વિચારણા ચાલી રહી છે.

આ અંગે કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ કોર્પોરેશન દ્વારા શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧૦.પ૦ કી.મી.ના રૂટ પર ૮ ઇલેકટ્રીક બસ દોડાવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બસ ઓપરેટર, મેન્ટેનન્સ સાથેના ટેન્ડરો પ્રસિધ્ધ કરાયા હતા. પરંતુ પ્રથમ પ્રયત્નમાં કોઇ એજન્સીએ રસ દાખવ્યો નથી. આ ટેન્ડરનો બીજો પ્રયત્ન પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.  ત્યારે હવે તંત્ર દ્વારા માત્ર બીઆરટીએસ રૂટ નહિ, શહેરના રાજમાર્ગો ઉપર પ૦ ઇલેકટ્રીક સીટી બસ દોડાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે ઇલેકટ્રીક બસ માટે કોર્પોરેશન દ્વારા એરપોર્ટ ઓથોરીટી સાથે કરાર કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે વિશ્વભરમાં રાજકોટ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રદુષણ નિયંત્રણનો બીન પરંપરાગત ઉર્જા સ્ત્રોત માટે તંત્ર દ્વારા પહેલ કરી આગવી ઓળખ ઉભી કરી છે. જે માટે કોર્ર્પોરેશનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત કરાયા છે.

(3:40 pm IST)