Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રાજકોટમાં શનિવારે 'દાદા'ની શોકસભા

ક્ષત્રિય રાજપૂત સંગઠનો અર્પશે સમાજના મોભીને શ્રધ્ધાંજલીઃ ભાડવા સ્ટડી સર્કલ (બોર્ડીંગ) ખાતે સાંજે ૫ વાગ્યે સદ્ગતને ભાવાંજલી

રાજકોટ, તા. ૫ :. ક્ષત્રિય રાજપૂત સમાજના મોભી સ્વ. મનોહરસિંહજી જાડેજાને આવતીકાલે સાંજે ૫ વાગ્યે રજપૂતપરા ખાતેના ભાડવા સ્ટડી સર્કલ (ગરાસીયા બોર્ડીંગ) ખાતે શ્રધ્ધાંજલી અર્પવા માટે શોકસભાનું આયોજન કરાયુ છે. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં જીલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય સંગઠનો, સમાજના આગેવાનો તથા રાજપૂત સમાજના સભ્યો 'દાદાબાપુ'ને ભાવાંજલી અર્પશે.

રાજપૂત-ક્ષત્રિય સમાજના મોભી ક્ષાત્ર શિરોમણી, રાજકોટના પ્રજાવત્સલ રાજવી, ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી, પ્રખર પાર્લામેન્ટેરીયન, સિધ્ધાંત પ્રિય અને મૂલ્યનિષ્ઠ મહાનુભાવ અને સૌના વ્હાલા 'દાદાબાપુ' ઠા.સા. મનોહરસિંહજી જાડેજાને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરવા રાજકોટના રાજપૂત-ક્ષત્રિય સમાજ/સંગઠનો અને રાજકોટમાં વસતા ક્ષત્રિય ભાઈઓની એક શોકસભા તા. ૬-૧૦-૨૦૧૮ને શનિવારના રોજ સાંજના ૫ કલાકે શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, ૫-રજપૂતપરા, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

આ સભામાં સદ્ગત દાદાબાપુના જીવન કાર્યોને યાદ કરી સ્મરણાંજલી અર્પવા અને સદ્ગતના ઉદાંત ગુણોને અનુસરવાનો સંકલ્પ કરીને સદ્ગતને સાચી શ્રધ્ધાંજલી અર્પવામાં આવશે.(૨-૬)

(12:10 pm IST)