Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મવડી મેઇનરોડ પર ખંજવાણનો પાવડર છાંટીને કારખાનેદાર મહેશ વસાણીનો 12 લાખનો થેલો લઈને લૂંટારુઓ ફરાર :સનસનાટી

ખંજવાણ આવતા ગાડી સાઈડમાં રાખી હિન્દી ભાષીએ વાતોએ વળગાડી રૂપિયાનો થેલો લઈને ફરાર : ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા

રાજકોટ : આજે રાત્રે મવડી પ્લોટમાં 12 લાખની લૂંટની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે મળતી વિગત મુજબ રાવકીમા ફેક્ટરી ધરાવતા મહેશ દુર્લભજીભાઈ વસાણી આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યા ત્યારે બે લૂંટારુઓઓએ તેનો પીછો કરીને માવડી મેઈન રોડ પે પેટ્રોલપમ્પ આગળ ખંજવાણનો પાવડર છાંટીને મહેશ ભાઈ પાસેથી 12 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા      મળતી વિગત મુજબ રાવકીમાં ફેક્ટરી ધરાવતા મહેશભાઈ આગંડિયા પેઢીમાંથી રૂપિયા લઈને નીકળ્યા હતા ત્યારે બે શખ્શોએ તેનો પીછો કરીને ખંજવાણ થાય તેવો પાવડર છાંટ્યો હતો મહેશભાઈએ ગાડી ઉભી રાખીને ખંજવાણાતા હતા ત્યારે બે બાઈક સવાર હિંદીભાસીઓને તેની પાસે આવીને મહેશભાઈને વાતોએ ચડાવી તેની પાસેના થેલો લઈને ફરાર થયા હતા

 બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

(11:21 pm IST)